સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક યુવતીને વાળ પકડી ઢસડી ઢસડીને માર નારી રહ્યો છે. એટલું જ નહીં તેને આડેધડ ફડાકા ઝીંકી સ્પાની દીવાલ સાથે અથડાવી કપડાં પણ ફાડી નાખે છે. આ યુવક સતત 4 મિનિટ સુધી યુવતીને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતા ગેલેક્સી સ્પા પાસે એક યુવક એક 24 વર્ષીય યુવતીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારતો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયો સ્પા ગર્લનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક યુવતીને વાળ પકડી ઢસડી ઢસડીને માર નારી રહ્યો છે, તેને આડેધડ લાફા મારી સ્પાની દીવાલ સાથે માથુ ભટકારે છે યુવતિનાં કપડાં પણ ફાડી નાખે છે. આ યુવક સતત 4 મિનિટ સુધી યુવતીને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. યુવતીને એટલો માર મારવામાં આવે છે કે અંતે તો તેના ઊભા થવાના પણ હોશ રહેતા નથી.
આ સમગ્ર મામલે હજી સુધી પોલીસે કોઈ ફરિયાદ દાખલ કરી નથી. જોકે સીસીટીવી મળ્યા બાદ પોલીસ આરોપીને શોધવા પ્રયાસ કરી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ ભોગ બનનાર યુવતીને શોધવા માટે પણ પ્રયાસ શરૂ કર્યા છે. તેના સામે આવ્યા બાદ આરોપીઓ સામે કડકમાં કડક કાયદાની કલમ હેઠળ કાર્યવાહી થાય તે માટે પ્રયાસો શરૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સ્પાની આડમાં દેહવ્યાપાર કરવામાં આવે છે. આવા સ્પામાં નેપાળ સહિતના અન્ય દેશની યુવતીઓને નોકરી ઉપર રાખીને તેમનું તમામ રીતે શોષણ કરવામાં આવે છે. જો તેઓ કોઈ ગ્રાહકને રાજી કરવા માટે તૈયાર ન થાય તો તેમની સાથે ક્રૂરતાપૂર્વકનો વ્યવહાર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો વીડિયો કદાચ આનું લાઈવ ઉદાહરણ હોઈ શકે છે.