ત્રીજી વન ડે માં ભારતને 353 રનનો ટાર્ગેટ: ભારત 253/6, રોહિત શર્મા તેમજ વિરાટ કોહલીની શાનદાર ફિફ્ટી

rohit-kohli

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની આજે ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે

આજે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. છેલ્લી બે મેચમાં કેએલ રાહુલ કેપ્ટન હતો. ભારતે પ્રથમ વનડે પાંચ વિકેટે અને બીજી વનડે 99 રનથી જીતી હતી. આજે રમાનાર ત્રીજી વનડે મેચમાં રોહિત શર્મા કેપ્ટન છે. વિરાટ કોહલી અને કુલદીપ યાદવ ટીમમાં વાપસી કરી રહ્યા છે. છેલ્લી વન-ડેની ઓસ્ટ્રેલિયન ટીમમાં ગ્લેન મેક્સવેલ અને મિચેલ સ્ટાર્કે કમબેક કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. 353 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ટીમે 10 ઓવરમાં વિના વિકેટે 72 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વોશિંગ્ટન સુંદરે 78 રનની ભાગીદારી કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 65 બોલનો સામનો કર્યો હતો. ગ્લેન મેક્સવેલે વોશિંગ્ટન સુંદરને 18 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ વન-ડે કરિયરની 52મી ફિફ્ટી ફટકારી છે. ધમાકેદાર બેટીંગ કરી રહેલ રોહિત શર્મા 57 બોલમાં 6 સિક્સ અને 5 ફોર સાથે81 રન ફટકારી આઉટ થયો. વિરાટ કોહલીએ 56 બોલમાં 50 રન પુરા કર્યા. વિરાટ કોહલી 56 રને આઉટ થયો છે. કોહલીએ 61 બોલમાં 1 સિક્સ અને 5 ફોર સાથે ફિફ્ટી ફટકારી હતી. છઠ્ઠા ક્રમાંકે આવેલ કે.એલ.રાહુલ 26 રને તો સૂર્યકુમરા યાદવ માત્ર 8 રન બનાવી આઉટ થયો.

આજની ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 352 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમના ટૉપ-4એ ફિફ્ટી ફટકારી હતી. ટીમ તરફથી સૌથી વધુ 96 રનમિચેલ માર્શે બનાવ્યા હતા. તો સ્ટીવ સ્મિથે 74 રન, માર્નસ લાબુશેને 72 રન અને ડેવિડ વોર્નરે 56 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથ તેની વન-ડે કારકિર્દીની 30મી અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. સ્મિથે 61 બોલમાં 74 રન બનાવ્યા હતા. તેણે વન-ડેમાં 5 હજાર રન પણ પૂરા કર્યા. તો ડેવિડ વોર્નરે તેની ODI કારકિર્દીની 31મી ફિફ્ટી ફટકારી હતી.

આજની મેચમાં જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી હતી તો કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી તો મોહમ્મદ સિરાજ તેમજ પ્રસિદ્ધ ક્રિષ્નાને 1-1 સફળતા મળી હતી.