લોકસભામાં મહિલા અનામત બિલ પાસ: 456માંથી 454 મત બિલની તરફેણમાં પડ્યા

loksabha-MahilaAnamatBill-1

માત્ર 2 મત જ વિરોધમાં પડ્યા; શાહે કહ્યું- ચૂંટણી પછી સીમાંકન અને વસતિગણતરી થશે

સસંદના ચાલી રહેલા વિશેષ સત્રમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ગઈકાલે તેણે ગૃહમાં રજૂ કર્યું હતું. ખરડામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ સીટ અનામત કરવાની જોગવાઈ છે.

આખો દિવસ સંસદમાં ચાલેલી મહિલા બિલની ચર્ચા બાદ સાંજે 7-30 વાગ્યે મતદાન લેવામાં આવ્યું હતું, જેમાં સ્લિપ વોટિંગમાં બિલના સમર્થનમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા. હવે આવતીકાલે (ગુરુવારે) આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની જશે.

મહિલા અનામત ખરડા પર આજે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. સરકાર તરફથી કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલે બિલ પર ચર્ચાની શરુઆત કરી. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીએ બિલનું સમર્થન કર્યું. તેમણે એસસી-એસટી અને ઓબીસી વર્ગ માટે પણ તેમાં અનામતની માગ કરી. કોંગ્રેસના સહયોગી પક્ષ RJD-JDU અને SPએ પણ કોટામાં કોટાની માગ કરી. પોતાના સંક્ષિપત સંબોધનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે- આ બિલ રાજીવ ગાંધીનું સપનું છે અને મારા જીવનનો માર્મિક ક્ષણ. સોનિયા ગાંધીના સંબોધન પર પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પૂછ્યું કે- કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં મહિલાઓને અનામત કેમ ન અપાયું અને પોતાના બિલમાં એસસી-એસટી અને ઓબીસી કેટેગરીની મહિલાઓને કોટામાં કોટા કેમ ન અપાયા. NDAના બે નેતાઓ ભાજપના ઉમા ભારતી અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે પણ ઓબીસી માટે કોટાની માગનું સમર્થન કર્યું છે.

સસંદના ચાલી રહેલા વિશેષ સત્રમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ગઈકાલે તેણે ગૃહમાં રજૂ કર્યું હતું. ખરડામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ સીટ અનામત કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે સોમવારે મહિલા અનામત ખરડાને મંજૂરી આપી હતી.

લોકસભામાં લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ બુધવારે સાંજે પાસ થઈ ગયું. મહિલા અનામત ખરડાના પક્ષમાં 454 વોટ પડ્યા. લોકસભામાં આ બિલ બે તૃતિયાંશ બહુમતીથી પાસ થઈ ગયા છે. આ બિલના વિરોધમાં માત્ર 2 જ મત પડ્યા. બંધારણ સંશોધન માટે ગૃહની સંખ્યા બે તૃતિયાંશ બહુમતીની જરુર હોય છે. જ્યારે કોઈ નોર્મલ બિલને પાસ કરાવવા માટે ગૃહમાં 50 ટકાથી વધુ સભ્ય હાજર હોવા જોઈએ. તેના બે તૃતિયાંશ બહુમતીથી તે પસાર થવું જોઈએ. પરંતુ બંધારણ સંશોધન ખરડો હતો, તેથી કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારનો સાથ આપ્યો. જો કે કેટલાંક લોકોએ વિરોધ વ્યક્ત પરંતુ સરકારની સાથે ઊભેલા જોવા મળ્યા.

મહિલા આરક્ષણ બીલ પાસ થતાં રાજપીપલા ખાતે નર્મદાજિલ્લા મહિલા મોર્ચાની બહેનો દ્વારા ફટાકડા ફોડી ખુશાલી મનાવાઈ

નવી સંસદના પહેલા જ દિવસે ઐતિહાસિક મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ 2/3 બહુમતિથી પાસ થઈ જતાં રાજપીપલા ખાતે નર્મદાજિલ્લા મહિલા મોરચાની બહેનો, નાંદોદના મહિલા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખત તથા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલતથા મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ,રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધાર્મિષ્ઠાબેન પટેલ સહીત મહિલા મોર્ચાની બહેનો તથા ભાજપાના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપીપલા સફેદ ટાવર પાસે ફટાકડા ફોડી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આજરોજ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લોકસભામાં મહિલા આરક્ષણબીલ નારી શક્તિ વંદના એક્ટ નામથી રજૂ કરવામાં આવ્યું છે.આજે 454 જેટલા સભ્યના બહુમત વોટીંગથી આ બીલ પસાર કરવામાં આવ્યું છે.આજનો દિવસ ઐતિહાસિક અને ક્રાંતિકારી દિવસ ગણાશે. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યોહતો . અને જણાવ્યું હતું કે 27 વર્ષના ગાળામાં આ દિવસ 11 વખત રજૂ કરવામાં આવ્યું હતું.આનાથી લોકસભામાં મહિલા સશક્તિકરણ વધશે.અને આનાથી લોકસભામાં વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. અને દેશને આગળ લઈ જવામાં મહિલાઓનો સિંહફાળો રહેશે.

આ બિલ કાયદો બન્યા બાદ લોકસભા અને દેશની અન્ય વિધાનસભાઓમાં દર ત્રીજી સાંસદ એક મહિલા હશે.એ માટે દર્શનાબેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મહિલા મોરચાની પ્રદેશ કારોબારી સભ્ય રંજનબેન ગોહિલ,જિલ્લા મહિલા મોર્ચાના મહામંત્રી દક્ષાબેન પટેલ, ભારતીબેન દેશમુખ, જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ,અલ્પાબેન ભાટિયા,તેમજ જિલ્લા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, રાજપીપલા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, નર્મદાસુગરના ડિરેક્ટર કમલેશ પટેલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.