આજે 20મી સપ્ટેમ્બરે ICC ODI વર્લ્ડ કપ 2023નું ઑફિશિયલ થીમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું. ગીતનું નામ ‘દિલ જશ્ન બોલે’ છે. ગીતના કવર પર રણવીર સિંહ જોવા મળી રહ્યો છે. પ્રિતમ ચક્રવર્તીએ સંગીત આપ્યું છે. આ વર્લ્ડ કપ ગીત ગાયક પ્રીતમ, નકાશ અઝીઝ, શ્રીરામ ચંદ્ર, અમિત મિશ્રા, જોનીતા ગાંધી, આકાસ અને ચરણે ગાયું છે.
ICCએ 19 ઓગસ્ટના રોજ ODI વર્લ્ડ કપનો ઑફિશિયલ માસ્કોટ લોન્ચ કર્યો. માસ્કોટ મહિલા બોલર અને પુરુષ બેટરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. પુરુષ માસ્કોટ તેના હાથમાં બેટ સાથે અને મહિલા માસ્કોટ બોલ સાથે બતાવવામાં આવે છે. ICCએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માસ્કોટનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જોવા મળ્યા હતા.
ICC માસ્કોટ લોન્ચ ઇવેન્ટમાં ભારતની U-19 મહિલા ટીમની કેપ્ટન શફાલી વર્મા અને U-19 પુરુષ ટીમના કેપ્ટન યશ ધુલ પણ હાજર હતા.
વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મુકાબલો છેલ્લી વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે થશે.