પુરાવા તરીકે આધાર દસ્તાવેજ સમયે બતાવવાનું રહેશે
ગુજરતા સરકાર દ્વારા આધારકાર્ડનો દુરુપયોગ થતો અટકાવવા લેવાયો નિર્ણય
મિલ્કત દસ્તાવેજ નોંધણી સમયે આધારકાર્ડની નકલ જોડવાને લઇ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ હવેથી આધાર કાર્ડ દસ્તાવેજનો ભાગ નહીં બની શકે. દસ્તાવેજ સાથે આધાર કાર્ડ જોડવાને કારણે આધારકાર્ડના દુરુપયોગને અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
નોંધણી સર નિરીક્ષકશ્રી અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે .નોંધણી સર નિરીક્ષકે આ સંદર્ભે જાહેર જનતાને જણાવ્યું છે, કે હવેથી મકાનના દસ્તાવેજ માટે પુરાવા તરીકે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જ આપવાના રહેશે. હવેથી મકાનના દસ્તાવેજ માટે પુરાવા તરીકે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જ આપવાના રહેશે. દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. દસ્તાવેજ સમયે કોઈ પણ પક્ષકારે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવાનો જરૂરી નથી. જો જરૂર પડે તો આધારકાર્ડના છેલ્લા ચાર ડિજિટ જ લખવાના રહેશે.
આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરુઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી, તેમ નોંધણી સર નિરીક્ષકશ્રી અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી આધારકાર્ડનો દુરુપયોગ થતો અટકશે.