કોંગ્રેસની માંગ ખાનગી યુનિવર્સિટીને પણ પબ્લિક યુનિવર્સિટી બિલમાં આવરી લેવામાં આવે
સેનેટ અને સિન્ડિકેટ ભૂતકાળ, કુલપતિની ટર્મ 5 વર્ષની, ચાન્સલેર તરીકે રાજ્યપાલ
ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલ લાગુ થતાંની સાથે જ રાજ્યની 11 યુનિવર્સિટી સમાન કાયદા-નિયમ આધીન સંચાલન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં “પબ્લિક યુનિવર્સિટી બિલ” પર 12 કરતાં વધુ ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિધાનસભામાં “પબ્લિક યુનિવર્સિટી બિલ” પર ચર્ચામાં 5 કલાક જેટલો સમય લાગ્યો હતો.
કોગ્રેસ દ્વારા આ બિલને લઈને સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે રાજ્યમાં 11 યુનિવર્સિટી ઉપરાંત 100 ખાનગી યુનિવર્સિટી છે, ત્યારે આ તમામ યુનિવર્સિટીને પણ આ બિલ હેઠળ આવરી લેવામાં આવે એવી અમારી માગ છે.
અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ”અમને આ બિલ મામલે ઋષિકેશ પટેલ પાસેથી ઘણી આશા હતી. શિક્ષણ એ કોઇની જાગીર નથી. ગુજરાતમાં યુનિવર્સિટીની ગ્રાન્ટ પ્રમાણે કુલપતિ નિમણુંક થતી નથી. કોમન યુનિવર્સિટી એકટમાં એમ હતું કે મંત્રી ઋશિકેશ ક્રાંતિકારી બિલ આવશે. વિશ્વામિત્ર બનવું હોય તો ભાષણથી નહિ બનાય. વિદ્યાને કોઈ ગુલામ બનાવી શકતું નથી તે આઝાદ છે. વિદ્યા પ્રકાશ આપનારું છે. દિવાને અજવાળે ભણીને આપણે બધા વિધાનસભા સુધી પહોચ્યા છીએ. આ બીલથી સેનેટ પ્રથા ખતમ થઇ જશે કોઇ યુવા નેતા મંત્રી નહી બની શકે. આપ બીલથી લાગતુ નથી કે કોઇ હવે વિદ્વાન બનશે. અત્યાર સુધી તમામ યુનિવર્સિટી જાતે સંચાલન કરતી હતી. સરકાર ગ્રાન્ટ ફાળવે કે ન ફાળવે સંચાલન યુનિવર્સિટી કરતી હતી.”