બે જૂથ આમને-સામને આવી જતા માહોલ તંગ, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો
હિન્દુઓની આસ્થા પર હુમલા મામલે SPનું નિવેદન, “ઠાસરામાં પરિસ્થિતિ કાબૂમાં”
આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઈને શિવજીની સવારી નીકળી હતી. આ દરમિયાન શિવજીની સવારી પર પથ્થરમારો થયો હતો, જેને લઈને બે જૂથના લોકો આમને-સામને આવી ગયા હતા. વાતાવરણ તંગ બનતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો થયો જેમાં અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયુ હતું.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ પ્રશાસનનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જિલ્લાની એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
હિન્દુઓની આસ્થા પર હુમલા મામલે SP રાજેશ ગઢીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે. હાલ ઠાસરામાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઇ છે.
શ્રાવણ માસના અંતિમ દિવસે શહેરમાં શિવજીની સવારી નીકળી હતી. જેમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી હતી. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયો હતો. 2 જૂથના લોકો આમને સામને આવી જતા આ ઘટના બની હતી. ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટના મામલે SP રાજેશ ગઢીયા નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઠાસરામાં પરિસ્થિતિ કાબૂમાં છે. શાંતિ સ્થપાય તે માટે પ્રાથમિકતાના અનુરૂપ પગલા લેવામાં આવી રહ્યા છે. પથ્થરમારામાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને એક PSIને પણ ઇજા પહોંચી છે. હુમલાની ઘટનાને લઇ અસામાજીક તત્વોને છોડવામાં નહીં આવે તેની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે લોકો કોઇ પણ પ્રકારની અફવામાં ન આવે ત માટે સચેત રહેવા જણાવ્યું છે. હુમલાની ઘટનાને લઇ વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે તે સંડોવાયેલા વ્યક્તિને ઝડપી પાડવામાં આવશે. પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. હાલ સ્થિતી નિયંત્રણ હેઠળ છે. જે અસામાજીક તત્ત્વો સંડોવાયેલ હશે તેમને છોડાશે નહી. અન્ય સ્થળોએ પણ તપાસ ચાલુ છે.
પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ : ધારાસભ્ય યોગેન્દ્રસિંહ
ઠાસરામાં બનેલી ઘટના અંગે ધારાસભ્ય યોગેન્દ્રસિંહે કહ્યું કે, મને આ ઘટના અંગે માહિતી મળી છે. મેં એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. પોલીસને કડક કાર્યવાહી કરવાના દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. આવું કૃત્ય કરનારા એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. જેથી ભવિષ્યમાં ફરી કોઈ વખત આ પ્રકારની ઘટના બંને નહીં. આ ઘટના બાદ સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હિન્દુઓના તહેવારોમાં કેમ આ રીતે દરેક વખતે હુમલાઓ થાય છે. કોણ છે આ કાવતરા પાછળ તેવી લોક ચર્ચા શરૂ થઇ છે. તમામ ઘટનાના વીડિયો સામે આવી રહ્યાં છે. જેમાં શિવજીની સવારી પર છુટ્ટા પથ્થરો ફેકવામાં આવી રહ્યાં છે. આ કોણ લોકો છે જે વિસ્તારની શાંતી ડહોળાવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.