ગુજરાત હાઈકોર્ટે 16 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી, સગીરાને 18 મહિનાનો ગર્ભ છે

gujarat-highcourt

એક સપ્તાહમાં ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવા પોલીસને આદેશ

મહેસાણાની સગીરાના 18 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં સગીરના ભાઈએ અરજી કરી હતી. જેમાં કોર્ટ દ્વારા ગર્ભપાત માટેની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ એક સપ્તાહમાં ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવા કડી પોલીસને આદેશ આપવામાં આવ્યા છે.

પીડિતાના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, પીડિતાની ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી માટેની એપ્લિકેશન હતી અને કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પીડિતાની ઉંમર 16 વર્ષ છે અને તેને18 સપ્તાહનો ગર્ભ હતો. આ અરજીને નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. મહેસાણાની સગીરાની ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી સ્વીકારાઈ હતી. આ સગીરાની ઉંમર 16 વર્ષ અને ત્રણ મહિના છે અને સગીરાને 18 મહિનાનો ગર્ભ છે.

મહેસાણાની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સગીરાના ગર્ભપાત માટે તેના ભાઈ દ્વારા એડવોકેટ નિધિ બારોટ થકી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે કોર્ટે વડનગરની જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટૂડન્ટને સગીરાની શારીરિક તપાસ કરી રિપોર્ટ 14 સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા જણાવ્યું હતું. રિપોર્ટમાં સગીરાને 18 સપ્તાહનો નોર્મલ ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. મામલો હાઈકોર્ટમાં જતાં કોર્ટે 16 વર્ષ 8 મહિનાની દુષ્કર્મ પીડિતાને મેડિકલ કેસ પેપર્સ જોયા બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. દુષ્કર્મના આરોપી સામે કડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે.