પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નબંધનમાં જોડાશે

parineeti-chopra

પરિણિતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું વેડિંગ કાર્ડ આવ્યું સામે, લગ્નની વિગતો, થીમ વગેરે માહિતી સામે આવી

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્નની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા ત્યારે હવે મળતી માહિતી પ્રમાણે બંનેના લગ્નની સત્તાવાર તારીખ સામે આવી છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ મહિને જ લગ્ન કરવાના છે. બંનેના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. આ કપલના લગ્નની આમંત્રણ પત્રિકા સામે આવી ગઇ છે જે ખૂબ જ સુંદર છે. જેમાં લગ્નની વિગતો, ટાઈમ, પ્રી-વેડિંગ અને મુખ્ય સેરેમનીની થીમ વિશે માહિતી મળી રહી છે. વેડિંગ કાર્ડ મુજબ આ કપલ 24 સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યું છે. લગ્નની વિધિ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના કાર્ડ મુજબ, કપલના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24 સપ્ટેમ્બર સુધી ચાલવાના છે. આ કપલ ઉદયપુરમાં હોટેલ લીલા અને તાજ લેક પેલેસની મુલાકાત લેશે. આ કપલે તેમના સંગીત માટે 90ની થીમ પણ રાખી છે. પ્રી-વેડિંગ ફેસ્ટિવલ એક દિવસ પહેલા શરૂ થશે. મોટાભાગનું સેલિબ્રેશન ઉદયપુરના લીલા પેલેસમાં થશે જ્યારે તાજ લેકમાં લગ્ન સમારોહ યોજાશે.

આ સ્ટાર કપલની સેરેમનીની શરૂઆત 23 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે પરિણીતીના ચૂરા સેરેમનીથી થશે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી વેકકમ લંચ થશે. સાંજે 7 વાગ્યાથી ‘લેર્ટ્સ પાર્ટી લાઈક ઈટ્સ 90s’ થીમ પર પાર્ટી યોજાશે. 24 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે તાજ લેક પેલેસમાં રાઘવની સેહરાબંદી થશે, જેની થીમ ‘થ્રેડ્સ ઓફ બ્લેસિંગ’ છે. બપોરે 2 વાગ્યે તાજ લેકથી બારાત – રોયલ સવારી નીકળશે. લીલા પેલેસમાં ડિવાઈન પ્રોમિસ – એ પર્લ વ્હાઇટ ઈન્ડિયન વેડિંગ. બપોરે 3.30 વાગ્યે જયમાલા, સાંજે 4 વાગ્યે ફેરા અને 6.30 વાગ્યે વિદાઈ થશે. રાત્રે 8.30 વાગ્યે લીલા મહેલ કોર્ટયાર્ડમાં ‘એ નાઈટ ઓફ અમોર’ ની થીમ પર રિસેપ્શન ગાલા યોજાશે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ 3 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થઈ હતી, જેમાં રાજકારણીઓની સાથે બોલીવુડની હસ્તીઓએ હાજરી આપી હતી. હવે આ કપલે લગ્ન માટે ઉદયપુર પસંદ કર્યું છે. બંનેના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થશે.