નબીરાઓની દારૂની મહેફિલ:ગાંધીનગરના સાંતેજમાં અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખના પુત્ર સહિત 20 યુવા દારૂની મહેફિલ માણતાં ઝડપાયા, 89 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના 20 નબીરાને દારૂની મહેફિલ માણતાં સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 7 ગાડી, 21 મોબાઈલ સહિત રૂ. 89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિત્રની બર્થ ડે હોવાથી મહેફિલ માણવા ભેગા થયા હતા. પોલીસને જોઈ એક આરોપીએ દારૂની બે બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી. દારૂ પીધેલા પકડાયેલા નબીરાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલનો પુત્ર પણ સામેલ છે.

દારૂની પાર્ટી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી
સાંતેજ પોલીસને બાતમી મળી હતી કે રણછોડપુરા ગામ પાસે આવેલા શ્રમદીપ ફાર્મમાં કેટલાક યુવકો ભેગા થઈ દારૂની મહેફિલ માણે છે, જેથી સાંતેજ પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ત્યાંથી એક દારૂની બોટલ, પડીકા અને ગ્લાસ અને બે દારૂની બોટલના ખોખા મળી આવ્યાં હતાં. પોલીસને જોઈ એક આરોપીએ બંને બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી. કલોલ ડિવિઝન Dy.SP. વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ફાર્મહાઉસ કોનું છે વગેરે અંગે રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે.

મહેફિલમાં મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી.

મહેફિલમાં મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી.

સાંતેજમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરા

  1. માનુસ ગૌરાંગભાઈ દેસાઇ (ઉ.વ.19) 9, પ્રતિમા સોસાયટી, વિજય ચાર રસ્તા નવરંગપુરા અમદાવાદ
  2. આદિત્ય જગત પંચાલ (ઉ.વ.20) 34, અષ્ટવિનાયક-36 સુઘડ ગામ, અગોરા મોલની પાછળ ગાંધીનગર
  3. હસ્ત સંદિપ પટેલ (ઉ.વ.19) હસ્ત વિલા બંગ્લોઝ, સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલની સામે બોડકદેવ અમદાવાદ
  4. યુગ તેજ રાજપુરોહિત (ઉ.વ.20) બી/8, ગોયલ ઈન્ટરસિટી, સાલ હોસ્પિટલ પાછળ, ડ્રાઈવ ઈન રોડ, વસ્ત્રાપુર અમદાવાદ
  5. જય તપનભાઈ પટેલ (ઉ.વ.19) 43, આકાંક્ષા બંગ્લોઝ, ન્યુ ઈન્ડિયા કોલાની, હાથીજણ અમદાવાદ
  6. દેવ શશીકાંત પટેલ (ઉ.વ.21) 17, હેરિજેટ હોમ્સ, થલતેજ અમદાવાદ
  7. રામ અમરતભાઈ પટેલ (ઉ.વ.19) ખ્યાતી વર્લ્ડ સ્કૂલની પાછળ, રાંચરડા ગામ, તાલુકો કલોલ, જિ-ગાંધીનગર
  8. તિલક દર્શનભાઈ લાખાણી (ઉ.વ.19) 24, શ્યામ વિહાર બંગ્લોઝ, થલતેજ-શીલજ રોડ, થલતેજ અમદાવાદ
  9. વંશીલ પ્રશાંત શાહ (ઉ.વ.19) 8, ઉપવન બંગ્લોઝ, ખ્યાતિ સર્કલ નજીક, શીલજ ગામ, તાલુકો-દસ્ક્રોઈ, અમદાવાદ
  10. હર્ષીલ વિપુલભાઈ શેલડીયા (ઉ.વ.19) 41, સંસ્કાર ભારતી સોયાટી, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ
  11. અભિષેક રાકેશભાઈ પટેલ (ઉ.વ.20) 311, રામદેવ વીલા, સરખેજ ગાંધીનગર હાઈવે, સોલા અમદાવાદ
  12. તીર્થ સુખદેવભાઈ પટેલ (ઉ.વ.20) ટાઈટેનિયમ-1 બિલ્ડીંગની બાજુમાં, પકવાન ચાર રસ્તા, રાજપથ ક્લબ સર્વિસ રોડ, બોડકદેવ અમદાવાદ
  13. ખુશ્મ ઉમેશભાઈ પટેલ (ઉ.વ.19) 41, સંસ્કાર ભારતી સોસાયટી, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ
  14. દુલાર રાજેશભાઈ પટેલ (ઉ.વ.19) 26, શ્યામવિહાર બંગ્લોઝ, થલતેજ -શીલજ રોડ, અમદાવાદ
  15. શુભ જનક પંચોલી (ઉ.વ.19) 4,અંક્ષીની બંગ્લોઝ, શીલજ ગામ, તાલુકો દસ્ક્રોઈ, જિ-અમદાવાદ
  16. તીર્થ નરેશભાઈ પટેલ (ઉ.વ.21) 10-બી પરમાત્મા સોસાયટી, ડી કે પટેલ હોલ પાસે નારણપુરા અમદાવાદ
  17. આદિત્ય નીતિશભાઈ ગાંધી (ઉ.વ.21) એ-4 નીરવ ફ્લેટ, એ જી હાઈસ્કૂલ પાછળ, નવરંગપુરા અમદાવાદ
  18. આર્યમાન રાકેશભાઈ પટેલ (ઉ.વ.18) 311, રામદેવ વિલા, એસ જી હાઈવે મહેન્દ્રા શોરૂમની બાજુમાં સોલા અમદાવાદ
  19. જય સુકેશભાઈ સરકાર (ઉ.વ.19) ર-બી અશોક વાટીકા, બોપલ આંબલી રોડ, બીઆરટીએસ રોડ અમદાવાદ
  20. કવન મિકેશભાઈ પટેલ (ઉ.વ.19) પટેલવાસ બોડકદેવ ગામ અમાદવાદ