ઋષિ સુનકની આ મુલાકાતને લઈને ધ ગાર્ડિયને હેડિંગ આપ્યું છે- ઋષિ કૌણ?
તેઓ નરેન્દ્ર મોદીને મળ્યા તો આ મુલાકાત તેવી ન હતી જેવી બ્રિટિશ વડાપ્રધાનને આશા હતી
ભારત ખાતે યોજાયેલ G20 સમિટનું ગઈકાલે રવિવારે વિશ્વ શાંતિની કામના સાથે સમાપન થયું હતું. આ સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ સલમાન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સહિત દુનિયાભરના તમામ નાના-મોટા દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ એક ચર્ચાનો વિષય બન્યા છે. બ્રિટિશ મીડિયાએ એવો દાવો કર્યો છે કે વડાપ્રધાન ઋષિ સુનકની G20 કોન્ફરન્સમાં અવગણના કરવામાં આવી છે.
બ્રિટનનાં એક અખબાર ‘ધ ગાર્ડિયન’ના એક અહેવાલમાં ઋષિ કોણ? આ પ્રકારના ટાઈટલ સાથે એક લેખ પ્રકાશિત થયો હતો. જેમાં લખ્યું હતું કે, પોતાને ભારતના જમાઈ ગણાવતા ઋષિ સુનકને ત્યાં કોઈ માન મળ્યું નથી. જી-20માં ભારતની નજીક આવવાની હોડમાં સુનક નિર્ધારિત પસંદગીના ક્રમથી પણ નીચ ખસકી ગયા. આ ઉપરાંત અહેવાલમાં લખવામાં આવ્યું કે, ઋષિ સુનક નરેન્દ્ર મોદીને મળ્યા પરંતું બ્રિટિશ વડાપ્રધાનની અપેક્ષા મુજબ બધું યોગ્ય નહોતું. ઋષિ સુનકના કાર્યક્રમોમાં ફેરફાર અને દિલ્હીમાં લોકડાઉનને કારણે પડતી મુશ્કેલીઓ પણ લખવામાં આવી હતી. આ સિવાય શુક્રવારની રાત્રે સુનાક સાથે માત્ર વડાપ્રધાન મોદીએ જ મીટીંગ રદ નહોતી કરી તે સિવાય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સના પ્રતિનિધિમંડળે પણ અગાઉ નક્કી કરેલી મીટિંગને રદ કરી હતી, કારણ કે સુરક્ષાના કારણે અહીંના ઘણાબધા રસ્તાઓ બંધ હતા. પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ તેમની મનપસંદ રેસ્ટોરન્ટ હલ્દીરામ અને સરવણા ભવનની મુલાકાત પણ લઈ શક્યા ન હતા કારણ કે નરેન્દ્ર મોદીના રાજકીય શક્તિ પ્રદર્શન આખા શહેર બંધ કર્ફ્યું જેવો માહોલ હતો. જેના કારણે તેણે ઈમ્પિરિયલ હોટેલમાં જ ડિનર કરવું પડ્યું હતું.
વેબસાઈટે વધુમાં લખ્યું- બ્રિટિશ પીએમ શનિવારે અંતે પોતાની સમકક્ષ વડાપ્રધાનને તો મળ્યા પરંતુ એક દિવસની રાહ જોયા બાદ અને તે પણ કોઈ પ્રભાવશાળી ફોટો સેશન વગર. શનિવારે જ્યારે તેઓ નરેન્દ્ર મોદીને મળ્યા તો આ મુલાકાત તેવી ન હતી જેવી બ્રિટિશ વડાપ્રધાનને આશા હતી. G20 કોન્ફરન્સમાં બ્રિટિશ પીએમે ભારતીય વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને ઘણી સારી ગણાવી હતી. ઋષિ સુનક પત્ની અક્ષતા મૂર્તિની સાથે અક્ષરધામ મંદિરે પણ પહોંચ્યા હતા.