આધારકાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર, ત્યારબાદ અપડેટ કરવા ચાર્જ ચૂકવવો પડશે

Aadharcard

UIDAI એ આધારકાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે

UIDAI દ્વારા 6 સપ્ટેમ્બર, 2023ના રોજ જારી કરાયેલા પરિપત્ર અનુસાર આધારકાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 14 જૂન સુધી હતી. 14 ડિસેમ્બર સુધી આધારકાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકાશે અને તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ તારીખ પછી આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. UIDAI દ્વારા 6 સપ્ટેમ્બર, 2023ના રોજ જારી કરાયેલા પરિપત્ર અનુસાર, આ પહેલ ખાસ કરીને એવા લોકો માટે શરૂ કરવામાં આવી છે જેમણે 10 વર્ષ પહેલા આધાર કાર્ડ મેળવ્યું છે અને એક વખત પણ તેને અપડેટ કર્યું નથી. અગાઉ આધાર ફ્રીમાં અપડેટ કરવાની આ સમયમર્યાદા 14 જૂન સુધી હતી, પરંતુ તેને 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આધાર ઓનલાઈન અપડેટ કરવા માટે યુઝર્સ UIDAI, myAadhaarની અધિકૃત વેબસાઈટ પર જઈને તેમની વિગતો જાતે અપડેટ કરી શકે છે. પરંતુ જો તમે જાતે આધાર અપડેટ કરી શકતા નથી, તો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો, પરંતુ અહીં તમારે દરેક વિગતો (ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડેટા) અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે મોબાઈલ નંબર અપડેટ હોવો જરૂરી છે.