આ ટુર્નામેન્ટમાં ભારતનો પાકિસ્તાન સામે આ સૌથી મોટો સ્કોર છે, રાહુલે વનડે કરિયરની છઠ્ઠી સદી ફટકારી
એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની સુપર-4 મેચ આજે રિઝર્વ ડે પર રિઝ્યુમ થઈ છે. ભારતે 50 ઓવરના અંતે 2 વિકેટે 356 રન બનાવ્યા છે. લોકેશ રાહુલે પોતાના વનડે કરિયરની છઠ્ઠી સેન્ચુરી તો વિરાટ કોહલીએ 47મી સેન્ચુરી ફટકારી છે. ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ અણનમ 122 અને કેએલ રાહુલે અણનમ 111 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (56 રન) અને શુભમન ગિલ (58 રન)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને દાવને સંભાળ્યો હતો. બંનેએ 100+ ભાગીદારી કરી છે.
એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ શરૂ થઈ છે. છે. લોકેશ રાહુલ અને વિરાટ કોહલી રમી રહ્યા છે. લોકેશ રાહુલે પોતાના વનડે કરિયરની 14મી, તો વિરાટ કોહલીએ 66મી ફિફટી ફટકારી છે. ભારત માટે વિરાટ કોહલી 57 રન અને કેએલ રાહુલ 72 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે વરસાદના કારણે સ્થગિત કરવમાં આવેલી મેચ આજે 04:40 કલાકે શરૂ કરવામાં આવશે. સાથે આજની મેચમાં ઓવર પણ ઘટાડવામાં આવશે નહીં. જેથી ફેન્સને 50 ઓવરની રમત જોવા મળશે.
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ શરૂ થઈ છે. ભારત માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે, જ્યારે પાકિસ્તાન માટે શાબાદ ખાન બોલિંગ કરવા આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પહેલાં કોબંલોમાં આજે ફરી વરસાદ આવ્યો છે. જેના કારણે આજની મેચ શરૂ થવામાં વાર લાગી શકે છે. વરસાદ ફરીથી ચાલુ થયો હોવાથી ગ્રાઉન્ડને કવર્સથી ઢાંકવામાં આવી રહ્યું છે.
એશિયા કપના સુપર-4 તબક્કામાં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ પડતા મેદાન ભીનું હોવાને કારણે પૂરી થઈ શકી ન હતી. જેથી તે મેચ હવે આજે (રિઝર્વ ડે) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3:00 વાગ્યાથી રમાશે. જોકે હાલ વરસાદના કારણે અત્યારે તો કવર્સ લાગ્યા છે. પરંતુ આજે પણ મેચમાં વરસાદ વિલન બનશે તેવુ લાગી રહ્યું છે.
ગઈકાલે મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ ફરી શરૂ થશે. ગઈકાલે વરસાદના લીધે મેચ અટકી ત્યારે ભારતે 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ અને વિરાટ કોહલીએ અનુક્રમે 17 અને 8 રન બનાવ્યા હતા હવે તેઓ આ સ્કોર સાથે આગળ રમશે.
હવામાનવિભાગનાં રિપોર્ટ અનુસાર કોલંબોમાં હવામાન ગઈકાલ કરતાં આજે હવામાન વધુ ખરાબ થવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર દિવસના સમયે કોલંબોમાં 100 ટકા વરસાદ પડશે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં લેતા, એવું લાગતું નથી કે મેચ સમયસર શરૂ થશે. જો કોલંબોના સાંજના હવામાનની વાત કરીએ તો વરસાદની સંભાવના 97 ટકા છે. આજે આખા દિવસની હવામાનની આગાહી જોતાં એવું લાગે છે કે મેચમાં રિઝલ્ટ આવી શકે તેવી સંભાવના જણાતી નથી.
ગઈ કાલે ભારતીય ઇનિંગ્સ દરમિયાન સાંજે 4:52 કલાકે ભારે વરસાદ શરૂ થયો હતો. લગભગ દોઢ કલાક વરસાદ પડવાના કારણે મેદાનનો કેટલોક ભાગ ભીનો થઈ ગયો હતો. ગ્રાઉન્ડ સ્ટાફ લગભગ 4 કલાક સુધી તે ભાગને સૂકવવાનો પ્રયાસ કરતો રહ્યો. અમ્પાયરોએ ઘણી વખત મેદાનનું નિરીક્ષણ પણ કર્યું હતું. રાત્રે 8:30 વાગ્યે ફરીથી વરસાદ પડતા મેચ રિઝર્વ ડે પર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન એશિયા કપ 2023 સુપર-4 મેચમાં, બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે શરૂઆતની કેટલીક ઓવરોમાં જ બાબરના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન રોહિતે 56 રન અને ગિલે 58 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મિડવિકેટ પર સિક્સર ફટકારીને પોતાની વનડે કારકિર્દીની 50મી ફિફ્ટી ફટકારી હતી. તે 49 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે ગિલે તેની વનડે કારકિર્દીની આઠમી ફિફ્ટી પૂરી કરી હતી. ગિલે 52 બોલમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. મેચ રોકાય તે પહેલા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને અણનમ છે.
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન ટીમ: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમન, ઈમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.