અંબાજી મંદિરમાં VIP દર્શનના 5000 રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો હતો
ડોકેર મંદિરમાં તાજેતરમાં VIP દર્શનને લઈને ભારે વિરોધ થયો હતો તેવામાં હવે અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયાં હોવાનું સામે આવ્યું છે.
યાત્રાધામ અંબાજીમાં વર્ષેદહાડે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાનાં ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. જોકે તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈ આક્ષેપ કર્યા હતા. એમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા, જેને લઈ હવે મંદિરમાં દાનરૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરાયાં છે. આક્ષેપનો વિડિયો જાહેર થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું, જેને લઈ હવે અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યાં છે.
અંબાજી મંદિરમાં પણ કથિત રીતે VIP દર્શનના 5000 રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, અંબાજીમાં રૂ.5 હજારમાં દર્શન થાય છે. ડાકોર બાદ અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ હતી. હેમાંગ રાવલે કહ્યું હતું કે, અંબાજીમાં રૂ.5 હજારમાં દર્શન થાય છે. તેમણે કહ્યું કે, વહીવટદારના વહીવટમાં મંદિરનો વહીવટ કથળ્યો છે. આ સાથે કહ્યું કે, તમામ સનાતનીએ VIP દર્શનનો વિરોધ કરવો જોઈએ.