‘વન નેશન વન ઈલેક્શન’ પર ઉત્તરાખંડના CM પુષ્કર ધામીની મોટી વાત, 3 વર્ષ વહેલી ચૂંટણી માટે તૈયાર

Pushpendra Dhami

સનાતન વિવાદ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, નીતીશ કુમાર ચુપ : પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડના CMએ ‘વન નેશન વન ઈલેક્શન’, ‘ઈન્ડિયા વિ. ભારત’ અને ‘સનાતન ધર્મ’ અંગે પ્રતિક્રિયા આપી

હમણા થોડા દિવસથી દેશમાં ‘વન નેશન વન ઈલેક્શન’, ‘ઈન્ડિયા વિ. ભારત’ અને ‘સનાતન ધર્મ’ અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ‘ઈન્ડિયા વિ. ભારત’ અંતર્ગત દેશનું નામ બદલવાના વિવાદ અંગે ધામીએ કહ્યું કે, તમામ દેશોના જે નામ છે, અંગ્રેજીમાં પણ તે જ નામ છે. ભારતનું નામ પણ ભારત થવું જોઈએ, તેમાં કોઈ વિવાદની વાત નથી. કેટલાક લોકો બિનજરૂરી વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પુષ્કર ધામીએ કહ્યું કે, ‘વન નેશન વન ઈલેક્શન’ એ દેશહિતમાં છે અને તેઓ 3 વર્ષ વહેલી ચૂંટણી માટે પણ તૈયાર છે. આ ઉપરાંત તેમણે ઉત્તરાખંડમાં 2024 પહેલા યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. પુષ્કર ધામીએ આજે યોજાયેલ ‘હિન્દુસ્તાન સમિટ’માં આ પ્રતિક્રિયા આપી હતી.

વધૂમાં પુષ્પેન્દ્ર ધામીએ સનાતન ધર્મ પર થઈ રહેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનના ઘણા નેતાઓસનાતન ધર્મને લઈને આવી ટીકા કરી રહ્યા છે, વિવાદીત ટિપ્પણી કરી રહ્યા છે અને મોટા નેતાઓ ચુપ બેઠા છે. સનાતન ધર્મ અંગે સ્ટાલિનના પુત્રએ પણ ટીકા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્રએ પણ સનાતન ધર્મ અંગે વિવાદીત ટિપ્પણી કરી છે પરંતુ આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, નીતીશ કુમારની કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સવાલ માત્ર મારો નથી પરંતુ તે તમામ લોકોનો છે જેઓ પોતાની દ્રષ્ટિએ સનાતન છે. હું કહેવા ઈચ્છું છું કે, સનાતન નવો પણ નથી અને જુનો પણ નથી. સનાતન પહેલા પણ હતો, હજુ પણ છે અને સતત રહેશે, આ અટકવાનું નથી, જે હમેશા રહેશે તે સનાતન છે.

28 પક્ષોના વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A.’ પર નિશાન સાધતા ધામીએ કહ્યું કે, આ લોકો પરિવાર અને પોતાના અસ્તિત્વને બચાવવા માટે એક થયા છે. જ્યાં સુધી ઈન્ડિયા એલાયન્સની વાત છે, તે જૂની યુપીએ છે. દેશની જનતાનું ગઠબંધન મોદીજીની સાથે છે. મોદી જ્યારે 2014માં પીએમ પદના ઉમેદવાર હતા તે સમયે તેમને જે મતો મળ્યા, તેનાથી વધુ 2019માં મળ્યા અને તેનાથી વધુ 2024માં મળશે.

પુષ્પેન્દ્ર ધામીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ‘એક દેશ, એક ચૂંટણી’ના નામે ત્રણ વર્ષ પહેલા ચૂંટણી યોજવા માટે તૈયાર છે ? તો ધામીએ કહ્યું કે, હા કેમ નહીં. અમે એવી પાર્ટીમાં કામ કરી રહ્યા છે, જેમાં દેશ પહેલા નંબરે છે, કોઈપણ નિર્ણય દેશહિતમાં લેવાશે. પક્ષ બીજા નંબરે અને વ્યક્તિનું હિત અંતિમ સ્થાન પર હોય છે.

પુષ્પેન્દ્ર ધામીએ ‘એક દેશ, એક ચૂંટણી’ અંગે કહ્યું કે, વારંવાર ચૂંટણી યોજવાથી વિકાસને અસર થાય છે, તેથી તમામ ચૂંટણી એકસાથે યોજાવી જોઈએ. આમ કરવાથી ઘણી સગવડો થવાની છે. 5 વર્ષમાં ઘણી ચૂંટણીઓનો સામનો કરવો પડે છે. લોકસભા ચૂંટણી, વિધાનસભા ચૂંટણી, પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાય છે. વારંવાર ચૂંટણી યોજાવાના કારણે ચૂંટણીને વિકાસની વૃદ્ધિ અટકે છે ઉપરાંત અઢળક નાણાંનો ખર્ચ થાય છે. માટે આચારસંહિતા લાગુ પડે છે. 2-3 મહિના સુધી સંપૂર્ણ મશીનરી ઠપ થઈ જાય છે. પીએમ મોદીએ જે સંકલ્પ લીધો છે, તે પૂરો થવો જોઈએ, તેમાં જ દેશની પ્રગતિ છે.