અમદાવાદના ફટાકડાબજારમાં સન્નાટો, મોટા નુકસાનની ભીતિ, જ્યાં ગ્રાહકોની ભીડ જામતી ત્યાં આજે વેપારીઓએ ગ્રાહકોને હાથ પકડીને બોલાવવા પડે છે

કોરોના મહામારીએ લોકો પાસેથી રોજગારી અને આરોગ્ય ઝૂંટવી લીધાં છે. ગુજરાતમાં કોરોનાને 7 મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. માત્ર એટલું જ નહીં, દિવાળી જેવા સૌથી મોટા ગણાતા તહેવારના દિવસો હોવા છતાં બજારમાં રોનક દેખાતી નથી. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની શરૂઆત અને ખરીદી નવરાત્રિ અને શરદપૂનમથી શરૂ થઈ જતી હોય છે. આ સમયગાળા દરમિયાન ફટાકડાના વેપારીઓને કેટલાક ગ્રાહકોને ભાવ કહેવાનો પણ ટાઈમ નથી હોતો, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે ફટાકડાબજારમાં મહામંદી આવી ગઈ છે. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં જ્યાં ફટાકડા માટે ભીડ જામતી હોય છે એવા બજારમાં આજે જો ફટાકડાની દુકાન તરફ કોઈ એક વ્યક્તિ પણ આવતી દેખાય તો દુકાનદારે એનો હાથ પકડીને આવો આવો, અહીં સારા ફટાકડા છે કહી એને બોલાવવી પડે છે. જ્યાં ગ્રાહકને બોલાવવાની ફરજ નથી પડતી ત્યાં આજે વેપારીઓએ આવો સાહેબ, ફટાકડા લઈ જાઓ કહેવું પડે છે.

કોરોના મહામારીને કારણે એકપણ ગ્રાહક દેખાતો નથી.

કોરોના મહામારીને કારણે એકપણ ગ્રાહક દેખાતો નથી.