અપૂર્વ મુની સ્વામી માફી ન માંગે તો માફી માંગવાના લાયક નહીં છોડીએ: સનાતની સંતો

sanatani sadhu sant

અપૂર્વ મુનીએ રામાયણના પ્રસંગને લઇ ટિપ્પણી કરી હતી, તેમજ નાથ સાધુઓને માત્ર ચલમ પીનારા ગણાવ્યા હતા

વિવાદાસ્પદ શબ્દોના ઉચ્ચારને લઇ સંતો આકરા પાણીએ, સ્વામિનારાયણ સાધુ સામે સનાતની સંતોમાં રોષ

ખાલી ચિત્ર હટાવવાથી કામ નહિ ચાલે, અપૂર્વ મુનિ સ્વામીએ માફી માંગવી જોઈએ

સાળંગપુરમાં લાગેલ વિવાદાસ્પત ભીતચિત્રોનો વિવાદ મામલાને લઈને થયેલ વિરોધ બાદ વિવાદાસ્પદ ભીંતચિત્રો તો હટોવી દેવાયા છે. પરંતુ સ્વામિનારાયણનાં સંતો દ્વારા અવારનાવાર કરવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનો તેમજ સનાતની ધર્મનાં સાધુસંતો તેમજ ભક્તો અને લોકોની લાગણી દુભાય તેવા વિવાદાસ્પદ શબ્દોના ઉચ્ચારને લઇ સનાતની સંતોમાં રોષ છે. આવા જ એક નિવેદન મામલે સ્વામિનારાયણ સાધુ સામે સનાતની સંતોએ વિરોધ નોંધાવ્યો છે. કાલાવડ રોડનાં BAPS સ્વામિનારાયણ મંદિરનાં સંત અપૂર્વમુનિએ માતા જાનકી અંગે કરેલી એક ટિપ્પણીને લઈ સનાતની સાધુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.  વિવાદાસ્પદ શબ્દોના ઉચ્ચારને લઇ અપૂર્વ મુનીએ રામાયણના પ્રસંગને ટિપ્પણી કરતા રોષ ફેલાયો છે તો સાથે સાથે નાથ સાધુઓને માત્ર ચલમ પીનારા ગણાવ્યા હતા.

આ નિવેદનને લઈને સનાતની સાધુ સંતોએ જણાવ્યું છે કે અપૂર્વ મુન સ્વામીએ નાથ સાધુઓને માત્ર ચલમ પીનારા ગણાવ્યા હતા. આ શબ્દોનો પ્રયોગ અયોગ્ય રીતે થયો છે જેથી તેઓએ માફી માંગવી જોઈએ. તેઓએ આવા શબ્દોનો પ્રયોગ સનાતન ધર્મના સાધુ-સંતો માટે ન કરવો જોઈએ. આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરનાર સામે પગલા લેવામાં આવે.આવા લોકોને સનાતનમાંથી બહિષ્કૃત કરવા જોઈએ. ઘનશ્યામ પાંડેના શાસ્ત્રો ખોટા છે. સાધુ-સંતોએ કહ્યું કે આવી ટિપ્પણી કરનારા તત્વો સનાતની નથી પરંતુ અસુર છે. સનાતન ધર્મ ઉપર અયોગ્ય ટિપ્પણી ચલાવી લેવામાં આવશે નહીં. શિવજી, લક્ષ્મણજી, નાથ સંપ્રદાય અંગે ટિપ્પણી અસ્વીકાર્ય છે.

ભગવાન જગન્નાથ મંદિરે સનાતની સાધુઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જ્યાં જણાવ્યું હતું કે, વિવાદિત ભીંતચિત્રો તો દૂર થયા, પરંતુ માતા જાનકી પર ટિપ્પણી કરનાર સ્વામી જાહેરમાં માફી માંગે નહીં તો જોયા જેવી થશે, માફી માંગવાના લાયક નહીં છોડીએ.

આ અંગે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસ બાપુ એ જણાવ્યું કે, અપૂર્વમુનિ દ્વારા જે ચોપાઈ બોલવામાં આવી રહી છે તે યોગ્ય નથી. ખરેખર ચોપાઈમાં માતા જાનકી જે શબ્દો બોલે છે તે માર્મિક શબ્દો બોલે છે કે રામજીને લઈને જાનકી જી રડતા રડતા બોલે છે કે રામજી જ મારી આત્મા છે. એ પ્રકારે બોલે છે. આ શબ્દોનો પ્રયોગ અયોગ્ય રીતે થયો છે આ અંગે અપૂર્વમુનિ સ્વામીએ માફી માંગવી જોઈએ. લક્ષ્મણ વૈરાગ્ય સ્વરૂપ છે અને માતા જાનકી ભક્તિ સ્વરૂપ છે. જો તેઓ સાચા હોય તો વાલ્મીકિ રામાયણમાં લખેલા શબ્દોનું પ્રમાણ આપવું જોઈએ. લક્ષ્મણજી કે માતા જાનકી ક્યારેય આવા શબ્દો નથી બોલ્યા કે લક્ષમણજી તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો..? આવું કહીને અપૂર્વમુનિએ માતાનું અપમાન કર્યું છે. જે સનાતની સમાજ ક્યારેય ચલાવી લેશે નહીં.

તપસ્વી યોગીરાજ મનોહરદાસે જણાવ્યું કે, જે લોકોને ખુદનો ઇતિહાસ ખબર નથી તે ભગવાનના અવતારો અંગે મનફાવે તેમ ટિપ્પણી કરી રહ્યા છે. આ પ્રકારના લોકોને વિદેશી ફન્ડિંગ મળી રહ્યું છે અને આવા લોકો સનાતન ધર્મ વિશે લોકોમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે. હિંમત હોય તો સનાતન ધર્મના અનુયાયીઓ સામે બેસી પ્રેસ કોન્ફરન્સ કરીને ચર્ચા કરવી જોઈએ. લોકો સામે આ પ્રકારની વાતો કરીને તેને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સાધુ-સંતોની આત્માને ઠેસ પહોંચાડી રહ્યા છે. જે ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. જો તેઓ માફી નહીં માંગે તો એક સમય એવો આવશે કે તેઓ માફી માંગવાને લાયક નહીં રહે. અમે તેમને છોડશું નહીં અને એવા હાલ કરીશું કે તેઓએ વિચાર્યું પણ નહીં હોય.

વધુમાં તેમણે કહ્યું કે આવા લોકોને દેશમાંથી બહાર કાઢવાની જરૂર છે. તેઓને સનાતન ધર્મમાંથી બહાર કાઢી મુકવામાં આવશે. સ્વામિનારાયણના સાધુઓ યૌન શોષણ કરે છે. સમાજમાં ખોટા સંદેશો આપી રહ્યા છે. અત્યારે કાયદા કાનૂનને મહત્વ આપી રહ્યા છીએ.

ગોવર્ધન યુપીનાં રામચારણ દાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, કુળની સ્ત્રીઓ દૂષિત થશે, ત્યારે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે. જે ભગવાનને પણ માનશે નહીં. ભગવાન હનુમાનજી, રામ, માતા સીતા વિશે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ આવી જ પ્રજાતી છે. 

જો કાયદો કાયદાનું કામ નહીં કરે તો સાધુઓ એક થશે. સનાતનની મંદિર મઠમાં પૂજા કરવાનો અધિકાર નહી. આ વિદેશી સંસ્થા છે સનાતનને ઉખાડવા માટે. હનુમાનજી માત્ર રામજીના જ દાસ છે.

ખાલી ચિત્ર હટાવવાથી કામ નહિ ચાલે. સ્વામી માફી ન માંગે તો માફી માંગવાના લાયક નહીં છોડીએ.