5 સપ્ટેમ્બર – શિક્ષક દિવસ, આવનારા પડકારો માટે વિદ્યાર્થીને તૈયાર કરે એ સાચો શિક્ષક- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

Dr. Sarvopalli

ભારતરત્ન ડૉ. રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સોવિયેત યુનિયન માટે ભારતના રાજદૂત હતા પણ આ બધાથી પર એક ફિલસૂફ અને એક શિક્ષક હતા

શિક્ષકદિવસે ભારતરત્ન રાષ્ટ્રપતિ’ ડૉ. રાધાકૃષ્ણનની આ વાતો આપણે જાણવી જોઇએ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ તમિલનાડુના તિરુત્તાનીમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તિરુત્તાની તે સમયના મદ્રાસ પ્રેસિડેન્સીમાં આવેલું શહેર હતું. તેમના પિતા તેમને ધર્મોપદેશક બનાવવા માંગતા હતા. રાધાકૃષ્ણનને થિરુપતિની એક શાળામાં એક તેજસ્વી વિદ્યાર્થી હતા જેમને સમગ્ર શૈક્ષણિક જીવન દરમિયાન સ્કોલરશિપ આપવામાં આવી હતી. રાધાકૃષ્ણને વેલુરમાં વૂરહીઝ કોલેજ જોઇન કરી 17 વર્ષની ઉંમરે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં શિફ્ટ થયા હતા. તેમની પાસે પુસ્તકો ખરીદવાના પૂરતાં પૈસા ના હોવાથી તે જ કોલેજમાંથી ફિલોસોફીમાં ગ્રેજ્યુએટ થયેલા પોતાના પિતરાઈના પુસ્તકો પર રાધાકૃષ્ણન પાસ થયા હતા. તેઓ માત્ર 20 વર્ષના હતા ત્યારે વેદાંત ફિલોસોફી પરનો થીસિસ લખેલો જે ઉત્તમ થીસિસમાંનો એક ગણવામાં આવે છે.

રાધાકૃષ્ણને 1908માં ફિલોસોફીમાં એમએ પૂરું કર્યું અને મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં ફેકલ્ટી મેમ્બર બન્યા. તેઓ યુનિવર્સિટી ઑફ કલકત્તા, યુનિવર્સિટી ઑફ ઓક્સફોર્ડ અને યુનિવર્સિટી ઓફ મૈસૂરમાં ભણાવવા માટે ગયા હતા. તેમણે આંધ્ર યુનિવર્સિટી અને બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ ફરજ બજાવી છે.તેમના વિદ્યાર્થીઓમાં ખૂબ પોપ્યુલર હતા અને ભારતીય ફિલોસોફીને પશ્ચિમમાં લાવવા માટેનો શ્રેય તેમને આપવામાં આવે છે. જ્યારે પ્રોફેસર રાધાકૃષ્ણન યુનિવર્સિટી ઓફ કલકત્તા છોડીને મૈસૂરમાં ભણાવવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમના વિદ્યાર્થીઓએ તેમના માટે ફૂલોથી સજાવેલી એક ગાડીની વ્યવસ્થા કરી હતી અને તેમાં જ તેમને યુનિવર્સિટીથી રેલવે-સ્ટેશન લઇ ગયા હતા.

વર્ષ 1962માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રોફેસર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી.ભારતરત્ન ડૉ. રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સોવિયેત યુનિયન માટે ભારતના રાજદૂત હતા. પણ આ બધાથી ઉપર, તેઓ એક ફિલસૂફ અને એક શિક્ષક હતા.
આવનારા પડકારો માટે વિદ્યાર્થીને જે તૈયાર કરે એ સાચો શિક્ષક છે. શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને જબરદસ્તી નાંખે. શિક્ષણ દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરી શકાય છે આ થી વિશ્વને એક માની શિક્ષણ નું આયોજન કરવું જોઇએ.

પુસ્તકો દ્વારા વિભિન્ન સંસ્કૃતિઓની વચ્ચે પુલનું નિર્માણ થઈ શકે છે. પુસ્તક વાંચવાથી આપણને વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે.માનવીય સ્વભાવમાં બદલાવથી શાંતિ આવી શકે છે. જ્ઞાનના માધ્યમથી શક્તિ મળે છે. પ્રેમ દ્વારા પરિપૂર્ણતા મળે છે. શિક્ષણ નું પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવુ જોઇએ, જે ઐતિહાસિક પરિસ્થિતિ અને પ્રાકૃત્તિક આપદાઓ વિરુદ્ધ લડી શકે. કોઇપણ આઝાદી ત્યાં સુધી સાચી નથી હોતી, જ્યાં સુધી તેને પામનાર લોકોને વિચારો વ્યક્ત કરવાની આઝાદી ન આપવામાં આવે આવા વિચારો સર્વપલ્લી રાધાકૃષ્ણનના છે