વર્તમાન ભાજપી સાંસદ મનસુખ વસાવા સામે આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના મુમતાઝ પટેલ કેવી ટક્કર આપશે?

Bharuch MP

આ વખતે ભરૂચ લોકસભાની ચૂંટણીનો મિજાજ કેવો હશે?

કોંગ્રેસ અને AAPનુ ગઠબંધન કેટલું મજબૂત હશે.
મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને :આકરા પ્રહારો

વર્તમાન ભાજપી સાંસદ મનસુખ વસાવા સામે આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના મુમતાઝ પટેલ કેવી ટક્કર આપશે?

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભરુચ લોકસભાની બેઠક પર મહા સંગ્રામ રચાવાનુંશરૂથઈ ગયું છે. છેલ્લા છ છ ટર્મથી એક ધારા સતત ભાજપાની બેઠક પર ચૂંટાઈ આવતા ભરૂચના વર્તમાન સાંસદ અને સિનિયર ભાજપા સિનિયર નેતા મનસુખ વસાવાનું એક ચક્રી શાશન ચાલતું આવ્યુંછે.જોકે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો અને જનતાદળ યુનાઈટેડ, બીટીપીમાંથી છોટુભાઈ વસાવા જેવા આગેવાનો મનસુખભાઈ વસાવા સામે ટકી શક્યા નથી સતત હારતા આવેલા વિપક્ષો મનસુખભાઇ સામે ફાવી શક્યા નથી.

હવે 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ વખતનું ચિત્ર થોડું બદલાયું છે.અંદાજે દોઢ લાખ જેટલાં વોટ ખેંચી જનાર છોટુભાઈ વસાવા હવે નથી ધારાસભ્ય રહ્યાં કે નથી બીટીપીના પાવરફૂલ નેતા રહ્યાં.
ત્યારે તેમની સામે નવો સિતારો આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાની બેઠક પર ભાજપને માત આપી એક લાખ જંગી મતોથી જીતી જનાર ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય તરીકે આદિવાસીઓમાં સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી ચુક્યા છે. યુવા નેતા છે.ત્યારે ભરુચ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા મનસુખ વસાવાસામે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે તો કોંગ્રેસમાંથી રાજ્ય સભાના પૂર્વ સાંસદ સ્વ. અહેમદ પટેલની સુપુત્રી મુમતાજ પટેલે પણ લોકસભા લડવાની જાહેરાત કરી છે. એક તરફ આપ અને કોંગ્રેસ પાર્ટીનું સંગઠન થવાની ચર્ચા થઈ રહી છે ત્યારે ભરૂચ લોકસભાની ચૂંટણી રસપ્રદ બનવાની છે એ નક્કી છે.
હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા સામે ભરુચની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારથી બન્ને આદિવાસી નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે.

કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે ભાજપાના સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચમાં ભાજપ જ લોકસભાની ચૂંટણીમાં જીતશે. ગઠબંધનના નામે આવા લોકો હવાતિયા મારે છે. ચૈતર વસાવા કૂવામાં દેડકાંની જેમ ડ્રાઉં ડ્રાઉં કરે છે.ભરૂચમાં કોંગ્રેસ પણ પતી ગઈ છે.વિધાનસભા જીતવાથી લોકસભા નથી જીતી શકાતી નથી. તો મનસુખ વસાવાના આકરા પ્રહાર પર ચૈતર વસાવાએ પણસામો વળતો જવાબ આપતા જણાવ્યું છે કે, ગઠબંધન થાય કે ના થાય હું લોકસભાની ચૂંટણી લડીશ. હવે અહીં ભાજપનું હિન્દુત્વ કાર્ડ નહીં ચાલે. જોકે સ્વ.એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને મનસુખ વસાવાએભરૂચ લોકસભા માટે મજબૂત ઉમેદવાર તરીકે સ્વીકારી છે. તેમણે કહ્યું કે, મુમતાઝ પટેલ ભલે મજબૂત ઉમેદવાર છે, ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પતી ગઈ છે અને આપના લોકો કૂવામાંના દેડકા જેવા છે. ચૈતર વસાવા ડેડીયાપાડા વિધાનસભા કોંગ્રેસ, બિટીપી અને ઘણા ભાજપના લોકોએ સપોર્ટ કર્યો એટલે જીતી ગયો છે. પરંતુ વિધાનસભા જીતી જાય એટલે એવું નહિ સમજવાનું કે લોકસભા પણ જીતી જશે એમ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે,ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ કે ૬ ટર્મથી ભાજપ મને ટીકીટ આપે છે અને ૬ ટર્મથી ટીકીટ મેળવવી એ જ અતિ મહત્વનું છે. કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે કે ના કરે અમને કોઈ ચિંતા નથી. અમે ભરૂચ લોકસભા જીતવાના છે. સાંસદ મનસુખ વસાવના નિવેદન બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વળતો ઘા કર્યો છે.અને ચકમક શરૂ થઈ ગઈ છે. ભરૂચ લોકસભા શીટને લઈ બન્ને વચ્ચે અત્યારથી જ એક બીજાને પરાસ્ત કરવાની હોડ જામીછે. ચૈતરભાઈ વસાવા દ્વારા એક વિડિઓ મારફતે તેમનો જવાબ આપતા કહ્યું હતું કે તેઓ૬ ટર્મ થી સાંસદ હોવા છતાં પોતાનીજ સરકારમા તેમનું કઈ ઉપજતું નથી. વધુમા તેમણે કહ્યું કે તેઓ પીઢ સાંસદઅને સિનિયર હોવા છતાં મારા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, તે મારુ જ નહિ મારા મત ક્ષેત્રના તમામ મતદારોનું અપમાન છે, આવનાર ચૂંટણીમા જનતા તેમને જવાબ આપી દેશે, ભરૂચની સીટમાટે પોતે મજબૂત દાવેદાર હોવાનો તેમને દાવો કર્યો હતો.

આમ હવે આગામી લોકસભા સુધી આ બન્ને આદિવાસી નેતાઓ વચ્ચેનુ વાક યુદ્ધ ક્યાં સુધી ચાલશે એ તો સમય જ બતાવશે. પણ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભારે રસાકસી અને ટક્કર જોવા મળશે એમાં કોઈ શંકા નથી.