ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે 25 મિનિટ સુધી બેઠક યોજાઈ

PM WITH CM

બેઠકમાં ગુજરાતનાં સારંગપુર મંદિરમાં લગાવવામાં આવેલ હનુમાનજીના ભીતચિત્રોનાં વિવાદ અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ દિલ્હી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક 25 મિનિટ સુધી ચાલી હતી. 25 મિનિટની આ બેઠકમાં ગુજરાતમાં સારંગપુર મંદિરમાં હનુમાનજીનાં ભીતચિત્રો બાબતે ચાલી રહેલા વિવાદ અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત વન નેશન વન ઈલેક્શન અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, મુખ્યમંત્રી વર્તુળ આ વાત નકારી રહ્યું છે ત્યારે એકાએક યોજાયેલી આ બેઠક અંગે અનેક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ખાતે આવવા રવાના થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. ગરવી ગુજરાત ભવન ખાતેથી બપોરે 2.15 વાગ્યા આસપાસ રવાના થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી 3.30 વાગ્યાની ફ્લાઈટમાં ગુજરાત પરત આવવા રવાના થયા છે.