કેન્દ્ર સરકારે “એક દેશ, એક ચૂંટણી” પર એક સમિતિનું ગઠન તેનાં પ્રમુખ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે

નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ સંભાળ્યા પછી “One Nation, One Election” ના સમર્થક રહ્યાં છે

કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદમાં એક વિશેષ સત્ર એલાના એક દિવસ બાદ શુક્રવાર 1, સપ્ટેમ્બરના રોજ ” એક દેશ, એક ચૂંટણી” ની શક્યતાઓ પર વિચાર વિમર્શ કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિનો ગઠન કરવામાં આવ્યું હતું. અને આ વિચારણા પર જલ્દી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

TOI ના રિપોર્ટ મૂબાતિક સરકારી સુત્રોની સમિતિના આ ગઠનની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે સંસદના વિશેષ સત્રના લીધે એજન્ડા હજુ સુધી બહાર નથી આવ્યા. પણ સમિતિનું ગઠન ફક્ત આ સંબંધમાં જલ્દી એક કાનૂન પ્રક્રીયા લાવીને તેની સ્થિતિ તલાશવા માટે કરવામાં આવ્યું છે. અને તેના બદલે સર્વસંમતિ અને કાયદો સરળતાથી પસાર કરવા માટે અને અન્ય રાજકીયો પક્ષો સુધી પહોંચવા માટે પણ કરવામાં આવ્યું છે.

આપણે જાણીએ છે કે 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવી હતી, પરંતુ કેટલાક રાજ્યોમાં રાષ્ટ્રપતિના શાસન થયા બાદ આ વલળ તૂટી પડ્યું હતું.

“એક દેશ, એક ચૂંટણી” પર ચર્ચાની જરૂર છે: કોંગ્રેસ નેતા

“એક દેશ, એક ચૂંટણી” ની સંભાવના શોધવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળ એક સમિતિની સ્થાપનાના અહેવાલ પર, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપે PTI વાત કરીને કહ્યું કે… આ (એક રાષ્ટ્ર, એક ચૂંટણી) પર ઘણું ચર્ચા કરવાની ફરજિયાત જરૂર છે. જો કે, આ સાબિત કરે છે કે ભાજપ I.N.D.I.A થી ડરે છે, તેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
શિવસેના (UBT) જૂથના નેતા અનિલ દેસાઈએ કહ્યું કે “એક દેશ, એક ચૂંટણી” જે પણ ખ્યાલ છે, તેને વિવિધ રાજકીય પક્ષોની સામે મૂકવાની જરૂર છે અને પછી વિચારો, યોગદાન, ચર્ચાઓ કરવામાં આવશે અને ત્યાર પછી નિર્ણય આવશે આવું.

CPI જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યું કે રાજકીય પક્ષો અને સાંસદની સલાહ લીધા વિના સરકાર એક પક્ષીઓ નિર્ણય કેવી રીતે લઈ શકે.?

આ એક કાવતરું છે, તેમને ડર છે

શિવસેના (UBT) નેતા સંજય રાવત એ કહ્યું કે મને લાગે છે કે આ એક ચૂંટણીને આગળ ધપાવાનું કાવતરું છે, આ લોકો ચૂંટણી યોજવા માંગતા નથી, આ લોકો I.N.D.I.A થી ડરે છે, મનમાં ડર પેદા થયા કરે છે એટલે આ લોકો નવા નવા હથકંડા આપનાવે છે