મુંબઈમાં આજથી બે દિવસ માટે ‘I.N.D.I.A’ ગઠબંધનની ત્રીજી બેઠક યોજાશે

i.n.d.i.a

28 પક્ષના 63 સભ્યો આ બેઠકમાં સીટ વહેંચણીને લઈને સંયોજક લોકોના એજન્ડામાં શું છે, તેની ચર્ચા કરશે

આ બેઠકમાં ઉદ્વેવ ઠાકરે શિવસેના દ્વારા આયોજન ગ્રાન્ડ હતાયમાં કરવામાં આવેલ છે


વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’ ની ત્રીજી બેઠક આજથી મુંબઈમાં શરૂ થઈ છે આ બેઠકમાં વિપક્ષના ઘણા એજન્ડા છે, જે ગ્રાન્ડ હતાય હોટલમાં બે દિવસ 31 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર સુધી બેઠક ચાલશે, અને જેના ઉપર ચર્ચા કરવામાં આવશે. 28 પક્ષોના 63 સભ્યો આ બેઠકમાં ભાગ લેશે આ બેઠકનું આયોજન મુંબઈમાં ની ઉદ્ધવ ઠાકરે શિવસેના (UBT) આયોજન કરી રહેલ છે.

‘INDIA’ ગઠબંધન પક્ષો લોકસભાની ચૂંટણી માટે આ બેઠકમાં વ્યુરચના ઘડવાનો પ્રયત્ન કરશે અને બેઠક વહેંચણી વિશે પણ ચર્ચા થઈ શકે છે. આ દરમિયાન ઘણા નેતાઓના નિવેદન પણ બહાર આવ્યા છે.

બેઠકના મુખ્ય ત્રણ એજન્ડા

  1. સંયોજક અને સંયુક્ત સચિવાલય પર ચર્ચા

    વિપક્ષને લોકસભાની ચૂંટણી 2024 ની તૈયારીઓ માટે સત્તાવાર સંયોજક ની જરૂર છે. ‘INDIA’ ગઠબંધન પહેલી મિટિંગનું આયોજન નીતિશકુમાર નું દ્વારા કરવામાં આવ્યું હતું.
    બીજી બેઠક કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી અને હવે ત્રીજી બેઠકનું આયોજન ઉદ્ધવ ઠાકરેએ કર્યું છે. આ રીતે સંકલનમાં મુશ્કેલીઓ છે અને કાર્ય પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને આ બેઠકના સંયોજક બનાવી શકાય છે. જેમાં અગ્રણીઓની ભૂમિકામાં હશે.

    જોકે, નીતીશકુમાર ને પૂછવામાં આવ્યું કે શું તમે સંયોજક પદ માટે તૈયાર છો, તો નીતિશ કુમારે કહ્યું કે એની મને કોઈ લાલસા નથી.
  1. સીટ વહેંચણીને લઈને તૈયારીઓ શરૂ થશે

    લોકસભા ચૂંટણી માટે વિપક્ષ સામે સૌથી મોટી ચૂનોતીએ છે કે વગર વિવાદે સીટ વહેંચણી મુદ્દાને હલ કરી શકે. ઘણા રાજ્યોમાં વિપક્ષી પક્ષો એકબીજા આમને સામને સ્થિતિમાં છે. દિલ્હી પંજાબમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ-TMC, કેરળમાં કોંગ્રેસ-લેફ્ટ અને જમ્મુ કશ્મીરમાં PDP અને નેશનલ કોન્ફરન્સ એકબીજા વિરુદ્ધ છે.

    સીટ વહેંચણીના ફોર્મુલા તૈયાર કરવા માટે 11 સભ્યોની કો-ઓર્ડીનેશન પર મુંબઈ ની બેઠકમાં ચર્ચા થશે અને આ કમિટીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

    આમાં કોંગ્રેસ, TMC, DMK, AAP, JDU,RJD શિવસેના (UBT), NCP ઝારખંડ મુક્તિ મોરચા, સમાજવાદી પાર્ટી, CPI (M)થી એક એક સભ્ય હશે. ગઠબંધનમાં સામેલ નાના પક્ષો સમિતિમાં સ્થાન મળવાની સંભાવના નથી
  1. ‘I.N.D.I.A નો ચિન્હ (લોગો) જાહેર કરવામાં આવશે.

    મુંબઈમાં યોજનારી બેઠકમાં જોડાણનું યુક્ત ચિન્હ રજૂ કરવામાં આવશે. આ વિશે ઘણી ચર્ચા છે. છેલ્લી મિટિંગમાં, ગઠબંધનનું નામ INDIA (ઇન્ડિયન રાષ્ટ્રીય વિકાસલક્ષી સમાવિષ્ઠ જોડાણ) નો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમયે એક પ્રાણીનો લોગો આગળ આવી શકે છે. વિપક્ષો વારંવાર કહે છે કે તેમની લડત ‘ભારતના લોકશાહી અને બંધારણની સુરક્ષા’ કરવાની છે. લોકોમાં આના જેવું કાંઈક હોઈ શકે છે
    આ મુદ્દાઓથી હટીને એ વાત પર પણ ચર્ચા થઈ શકે છે કે પ્રવક્તાઓ બિનજરૂરી બયાનબાજીથી બચવાનો નિર્દેશ કરવામાં આવશે, દેખાઈ રહ્યું છે કે પ્રવક્તા પોત પોતાના નેતાને પીએમ પદના દાવેદાર બતાવી રહ્યા છે, અને લીધે મીડિયામાં વિપક્ષ એકતાના ખોટા મેસેજ જઈ રહ્યા છે.
    મુંબઈ બેઠક પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કરે અરવિંદ કેજરીવાલને પીએમ પદ ના દાવેદાર બતાવી દીધા હતા જોકે ફરી રાઘવ ચડ્ડાએ આ વાતનો ખંડન કર્યું હતું.

‘I.N.D.I.A ગઠબંધન બેઠકનું શિડયુલ

  • 31 ઓગસ્ટે નેતાઓ મુંબઈ પહોંચશે સાંજે 6 થી 6:30 વાગ્યાની આસપાસ મહેમાનોની અપચારિક સ્વાગત કરવામાં આવશે
  • 6:30 વાગ્યા ફરી અનૌપચારિક ભેટ મુલાકાત થશે
  • રાત્રે 8:00 વાગે બધા નેતા ડિનર પર ભેગા થશે અને ડિનરનો ઉદ્ધવ ઠાકરે આયોજન કરશે.
  • બીજા દિવસ 1. સપ્ટેમ્બર સવારે 10:15 પર ઇન્ડિયા ગઠબંધનનો ગ્રુપ ફોટો સેશન થશે
  • 10:30 થી 2:00 વાગ્યા સુધી વિપક્ષ ‘I.N.D.I.A ના જોડાણનો લોગો રજુ કરવામાં આવશે અને મુખ્ય પરિષદ હશે. આ સમય દરમિયાન બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
  • બપોર 2 વાગ્યા બપોરનું લંચ કરવામાં આવશે. જે MPCC અને MRCC આયોજન કરશે.
  • બપોરે 03:30 વાગ્યે નેતાઓની પ્રેસ કોન્ફરન્સ થશે