રાપર શહેરમાં એક પરિણીતા ઉપર વલ્ભપર ગામ ના મહિલા સરપંચના પુત્ર અને તેના મિત્ર દ્વ્રારા બળજબરીપૂર્વક ધાકધમકી આપીને વારાફરતી બળાત્કાર ગુજરાતા રાપર તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. છરીની અણીએ ત્રમ્બો રોડ પર નજીકના ખેતરમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પરિણીતાએ રાપર પોલીસ સ્ટેશનમાં નોઁધાવી હતી.
બંને દુષ્કર્મી પરિણીતાને છરી બતાવી ખેતરમાં લઈ ગયા
રાપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર મૂળ રાપર તાલુકાના ડાવરીની યુવતીને અને વલભપર ખાતે પરણાવેલી હતી અને તે તેના પતિ સાથે અંજાર ખાતે રહેતી હતી. જે થોડા દિવસો અગાઉ પોતાના માતાપિતાના ઘરે રાપરના નવાપરા વિસ્તારમાં આવી હતી. જેમાં પરિણીતાના જણાવ્યા મુજબ આજથી 12 દિવસ અગાઉ પોતે પોતાની બહેનના ઘરે જઈ રહી હતી ત્યારે વલ્ભપર ગામના સરપંચ નિલીબેન વેલાભાઈ મકવાણા (કોલી)નો પુત્ર પ્રકાશ વેલા મકવાણા અને ભરત હોથી કોલી બાઈક લઈને આવ્યાં હતાં અને છરી બતાવીને બળજબરીપૂર્વક રાપરના ત્રમ્બો રોડ નજીક આવેલા ખેતરમાં લઇ ગયા હતા.
અવાવરુ જગ્યા હોવાથી મદદે કોઈ ન આવ્યું
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્નેએ મારાં કપડાં ઉતારીને વારાફરતી બળાત્કાર ગુજાયો હતો. મેં બુમાબુમ કરી પણ ત્યાં અવાવરું જ્ગ્યા હોઈ અને આરોપીઓ દ્વ્રારા છરી બતાવીને મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી હતી. પણ ત્રણ દિવસ અગાઉ આરોપી દ્વ્રારા મારા ભાઈઓ અને મારા પિતા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરતાં સઘળી હકીકત મેં મારી માતાને કહી હતી. જેના કારણે મેં તથા મારી માતાએ મારી સાથે થયેલા બળાત્કારની ફરિયાદ અત્રેની કચેરીમાં નોંધાવી હતી.
અગાઉ પણ પરિણીતાના ઘર સુધી આરોપીઓ પહોચી ગયા હતા
અગાઉ પણ આરોપીઓ દ્વ્રારા મારા ઘરે અંજાર ખાતે મોબાઈલ આપવા અને મારી સાથે સંબંધ બાંધવા માટે આવેલો હતો. જે મેં ના પાડી હતી તો રાપરમાં પણ ઘણીવાર તે લોકો મારી પાછળ પાછળ આવતાં અને છરીઓ બતાવીને ધાકધમકીઓ આપતાં પણ મારા લગ્ન તેઓના ગામ વલ્ભપરમાં જ થયા હોઇ મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આખરે મારા ભાઈઓ ઉપર ફરિયાદ નોંધાતાં મારા ઉપર બનેલા ઘટના બાબતે મેં પરિવારને જાણ કરી હતી,
રાજકીય વાતાવરણ ગરમાયું
સરપંચના પુત્ર દ્વ્રારા કરાયેલા બળાત્કારના કારણે રાપર તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને તાલુકાના રાજકીય આગેવાનો અને સરપંચોના ફોનો રણકી ઉઠ્યા હતા અને ક્યાં ગામના સરપંચ પુત્ર છે અને કોણ છે, કયું ગામ છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.