પ્રજ્ઞેશ પટેલનાં જામીન નામંજૂર, સારવાર માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અસારવા ખાતે લઈ જવાશે

PragneshPatel

ગત સુનાવણીમાં સરકારી વકીલ દર્શન વેગડે જામીન ના આપવા માટે કોર્ટને કહ્યું હતું. સરકારી વકીલે કહ્યું હતું કે જો જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચી શકે છે.

એક મહિના પહેલા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર રાત્રે તથ્ય પટેલે પૂરપાટ ઝડપે જેગુઆર કાર ચલાવી 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ લોકોને ધમકાવીને અને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. લોકોને ધમકાવવાના ગુના માટે પ્રગ્નેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી છે, જ્યારે તથ્ય પટેલે રેગ્યુલર જામીન અરજી કરી છે. પ્રગ્નેશે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મોઢાના કેન્સરની સારવાર માટે જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દિધી હતી. અત્યારે પ્રગ્નેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ત્યારે આજે કોર્ટે પ્રગ્નેશ પટેલની મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ફાઈલ કરેલ વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્રગ્નેશ પટેલને કોર્ટના હુકમ મુજબ જેલ ઓથોરિટી દ્વારા સારવાર માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અસારવા ખાતે 10 દિવસ લઈ જવાશે. જેનો રિપોર્ટ કોર્ટને આપવાનો રહેશે. જ્યારે તથ્ય દ્વારા કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે ગત સુનાવણીમાં સરકારી વકીલે પણ જામીન ના આપવા માટે કોર્ટને કહ્યું હતું. ગત સુનાવણીમાં સરકારી વકીલે કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચી શકે છે.

પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજીમાં પ્રજ્ઞેશ પટેલના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર છે. તેની સારવાર માટે 23 ઓગસ્ટે મુંબઇની ટાટા હોસ્પિટલમાં તેની એપોઇન્ટમેન્ટ છે. જો તે સારવાર નહીં કરાવે તો તેની બીમારી બીજા સ્ટેજમાં પહોંચી જશે. ત્યારે પ્રવીણ ત્રિવેદીએ દલીલ કરી હતી કે 4 નવેમ્બર 2019 પછી આરોપીએ કોઈ સારવાર લીધી નથી. આ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPC કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરવામાં આવી હતી જેનો આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ચુકાદો આપવાનો હતો. પરંતુ અકસ્માતમાં મૃત્યુ પામેલ અક્ષર, કૃણાલ અને રોનક વતી એડવોકેટ દર્શન વેગડ દ્વારા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર વાંધા અરજી રજૂ કરી હતી. નોંધનીય છે કે અકસ્માત સમયે ઘટનાસ્થળે લોકોને ધમકાવીને, રિવોલ્વર કાઢવાની ધમકી આપવાના ગુના માટે પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશ પટેલે અગાઉ રેગ્યુલર જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.