અયોધ્યા પહોંચીને તેમણે રામલલ્લાની આરતી ઉતારી તેમનાં દર્શન કર્યા હતા, તેમજ રામ મંદિરના બાંધકામને નિહાળ્યું હતું, તેમણે સાકેત નિવાસી મહંત રામચંદ્ર પરમહંસ દાસજી મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી
અયોધ્યામાં ભગવાન રામના બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન આગામી વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થઈ શકે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા હતા. અયોધ્યા પહોંચીને તેમણે બની રહેલા રામ મંદિરના બાંધકામને નિહાળ્યું હતું અને તેની જાણકારી મેળવી હતી. ત્યાં તેમણે સાકેત નિવાસી મહંત રામચંદ્ર પરમહંસ દાસજી મહારાજની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અયોધ્યા પહોંચીને તેમણે રામલલ્લાની આરતી ઉતારી રામલલ્લાનાં દર્શન કર્યા હતા. તેમણે શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં પૂજા કરી હતી. ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમણે જ્યાં એક તરફ પોતાની આસ્થા અર્પણ કરી ત્યાં બીજી તરફ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક કરીને શાસકીય જવાબદારીઓ નિભાવી. તેમણે અયોધ્યાવાસીઓ સાથે પોતાનો સંબંધ જણાવી હનુમાનગઢી પર લોકોનું અભિવાદન કર્યુ. તેમણે અયોધ્યા પ્રવાસની શરૂઆત સંકટ મોચનનાં દર્શન-પૂજન સાથે કરી. તેમણે હનુમાનગઢીમાં બજરંગબલીનાં દર્શન કર્યાં, જે બાદ મુખ્યમંત્રીએ રામલલ્લાનાં દર્શન અને આરતી કરી. ત્યાર બાદ તેમણે અયોધ્યાનાં વિકાસકાર્યોને લઈને સમીક્ષા બેઠક કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે રામ મંદિર બન્યા બાદ અયોધ્યાનો વૈભવ સમગ્ર દુનિયા જોશે.
યોગી આદિત્યનાથ ગઈકાલે પહેલી વખત ભગવાન રામના નાના ભાઈ ભરતના તપશ્ચર્યા સ્થળે પહોંચ્યા હતા. દર્શન-પૂજન ઉપરાંત તેમણે સભાગૃહમાં રામનગરીની વિકાસ યોજનાઓની સમીક્ષા કરી. રામલલ્લાનાં દર્શન ઉપરાંત મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણની પ્રગતિ વિશે જાણકારી મેળવી. ટ્રસ્ટ અને નિર્માણ એજન્સી સાથે જોડાયેલા લોકોએ મુખ્યમંત્રીને મંદિર નિર્માણની પ્રગતિની જાણકારી આપી. તેમણે રામજન્મભૂમિ પરિસરમાં કાર્યરત શ્રમિકોના હાલચાલ પૂછ્યા. અયોધ્યામાં બે કલાકના રોકાણ બાદ લખનઉ જવા રવાના થયા હતા.
મધ્યપ્રદેશથી મંદિર માટે વિશાળ શિવલિંગ રવાના કરવામાં આવ્યું છે.
અયોધ્યા રામ મંદિરનાં ઉદ્ઘાટનની તારીખ મળ્યા બાદવડાપ્રધાન કાર્યાલય તરફથી તેની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન હવેથી એક વાત નિશ્ચિત છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક મળશે નહીં. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં 4 ફુટ ઊંચુ અને 600 કિલો વજન ધરાવતુ ઓમકારેશ્વરનું વિશાળ શિવલિંગ સ્થાપિત થશે. મધ્યપ્રદેશથી મંદિર માટે વિશાળ શિવલિંગ મોકલવામાં આવી રહ્યું છે જેને સ્થાપિત રામમંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. આ શિવલિંગ પાકૃતિક છે. ઓમકારેશ્વર 12 જ્યોતિલિંગમાંથી એક છે અને આ એમપીના ખંડવા જિલ્લામા આવેલું છે.
વાસ્તવમાં ઓમકારેશ્વરની પાસે આવેલા બિલ્લોરા ખુર્દના નજર નિહાલ આશ્રમમાં મહામંડલેશ્વરના શ્રી નર્મદાનંદ જી સાનિધ્યમાં 4 ફુટ ઉંચુ અને 600 કિલો વજનનું પાકૃતિક શિવલિંગનું પુજન કરવામાં આવ્યું હતું. નર્મદાનંદનુ કહેવુ છે કે અયોધ્યામાં રામલલ્લા મંદિરના પરિસરમાં 14 ફુટ પહોળાઈવાળા 6 મંદિરોમાંથી એક મંદિર મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના 4 ફુટ ઊંચા પાકૃતિક શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. એક માહિતી પ્રમાણે એમપીના ઉજ્જૈન, બ્યાવરા, શિવપુરી, કાનપુર થઈને લગભગ 1 હજાર કિલોમીટરની મુસાફરી કરી નર્મદેશ્વરની આ શિવલિંગ યાત્રા 23 ઓગસ્ટના રોજ પહોચશે. શિવલિંગના આગમનને લઈને ભવ્ય કાર્યક્રમની તૈયારી શરુ કરવામાં આવી છે. અહીં અયોધ્યા પહોચ્યા પછી રામ જન્મભૂમિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શિવલિંગ સ્થાપિત કરવામાં આવશે.