બિહારમાં મોતિહારી મુખ્ય માર્ગ પર મછલી લોક પાસે આજે બપોરે ત્રણ વાગે સર્જાયો છે. બોલેરો ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરીને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. બિહારનાં પશ્ચિમ ચંપારણના બેતિયામાં આજે બપોરે ફુલ સ્પીડે આવી રહેલી બોલેરો ગાડીએ શાળાઓથી છુટીને ઘરે જતા વિદ્યાર્થીઓને અડફેટે લીધા છે. આ ગંભીર અકસ્માતમાં 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા જ્યારે એક બાળકનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થતા બોલેરો ચાલક ગાડી મુકીને ભાગી ગયો હતો.
મળતી માહિતી મુજબ, બેતિયામાં મોતિહારી મુખ્ય માર્ગ પર મછલી લોક પાસે ધસમસતી આવી રહેલી બોલેરોએ સ્કુલેથી ઘરે જઈ રહેલા બાળકોને અડફેટે લીધા છે. મળતા અહેવાલો મુજબ આ અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છે, જ્યારે 3 વિદ્યાર્થી ગંભીર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નિપજ્યું છે. બોલેરો ડ્રાઈવર અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.