શ્રાવણ માસમાં શિવ મહિમા-૧ : શિવના પાર્થિવલિંગનો મહિમા

Shravan-Shiv

અધિકમ અધિકસ્ય ફલમ..અધિક માસ કરેલ વ્રત તપ આરાધના ઉપાસનાનું ફળ વિશેષ અધિક મળે અને તેમાંય શ્રાવણ માસ એટલે શ્રદ્ધા ભકિતનો ધોધ વહે તે સ્વાભાવિક જ છે.ગઈકાલે અધિક શ્રાવણ માસની અમાસને બુધવાર હતો. વિષ્ણુ સાથે શિવ આરાધના ઉપાસના થયા આજથી એટલે કે ગુરૂવારથી શ્રાવણ માસનો શુભારંભ થયો આજે આપણે શ્રાવણ માસમાં શિવ મહિમા-૧ શ્રાવણ માસમાં શિવ મહિમામાં આપણે ભગવાન સદાશિવ ભોળા નાથનો કલમ થકી અભિષેક કરી તેનો લાભ વધુમાં વધુ શિવ ભક્તો સુધી પહોચાડવા પ્રયત્ન કરીશું.

શિવના પાર્થિવલિંગનો મહિમા જાણવા પ્રયત્ન કરીએ;કૂષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજાની પરંપરા શરૂ કરી હતી,તેનાથી ઉંમર અને સમૃદ્ધિ વધે છેભગવાન રામ અને શનિદેવે પણ પાર્થિવ શિવ લિંગ બનાવીને ભોળા નાથની પૂજા કરી હતી.શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો માનવામાં આવે છે. પાર્થિવ લિંગ બનાવીને શિવ પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે.શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.કૂષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું હતું. ભગવાન શ્રીરામે પણ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા અને રાવણ સાથે યુદ્ધ કરતાં પહેલાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. શનિદેવે પણ સૂર્ય કરતાં વધારે શક્તિ મેળવવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવની પૂજા કરી હતી. શિવ મહાપુરાણ પ્રમાણે પાર્થિવ પૂજનથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે. ત્યાં જ, માનસિક અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે.

પાર્થિવ પૂજાનું મહત્ત્વ-પાર્થિવ પૂજનથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે.શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજન બધા લોકો કરી શકે છે.પછી તે પુરૂષ હોય કે મહિલા.શિવ કલ્યાણ કારી છે આ વાત બધા જ જાણે છે. જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિવત પૂજન અર્ચન કરે છે, તે દસ હજાર કલ્પ(બ્રહ્મા નો એક દિવસ) સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે.શિવ મહાપુરાણમાં ઉલ્લેખવા માં આવ્યું છે કે,પાર્થિવ પૂજન બધા જ દુઃખોને દૂર કરીને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજન કરવા માં આવે તો આ લોક તથા પરલોક માં પણ અખંડ શિવભક્તિ મળે છે. પાર્થિવ પૂજન કઇ રીતે કરવું. પૂજન કરતાં પહેલાં પાર્થિવલિંગનું નિર્માણ કરવું જોઇએ. તેના માટે માટી,ગાયનું ગોબર,ગોળ માખણ અને ભસ્મ મિક્સ કરીને શિવલિંગ બનાવો.શિવલિંગ નિર્માણમાં આ વાતનું ધ્યાન રાખો કે, શિવલિંગ બાર આંગળીઓથી ઊંચું હોવું જોઇએ નહીં. બાર આંગળીથી ઊંચુ શિવલિંગ હશે તો પૂજનનું પુણ્ય ફળ મળતું નથી. મનોકામના પૂર્તિ માટે શિવલિંગ ઉપર પ્રસાદ ચઢાવવો જોઇએ. આ વાતનું ધ્યાન રાખો કે,જે પ્રસાદ શિવલિંગ ને સ્પર્શ કરી જાય તેને ગ્રહણ કરવો જોઇએ નહીં.પાર્થિવ શિવલિંગ બધી જ મનોકામના ઓને પૂર્ણ કરે છે – પાર્થિવ શિવલિંગ બધી જ મનોકામના ઓને પૂર્ણ કરે છેનદી કે તળાવની માટીથી બનાવો પાર્થિવ પૂજન કરતાં પહેલાં પાર્થિવ શિવલિંગ બનાવો. તેને બનાવવા માટે કોઇ પવિત્ર નદી કે તળાવની માટી લો. ત્યાર બાદ તે માટીને ફૂલ ચંદન વગેરેથી સજાવો. માટીમાં દૂધ મિક્સ કરીને લીપવી. ત્યાર બાદ શિવમંત્રનો જાપ કરતાં તે માટીથી શિવલિંગ બનાવવાની ક્રિયા શરૂ કરો. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોં રાખીને શિવલિંગ બનાવો.

પાર્થિવ શિવલિંગ બનાવતાં પહેલાં બાદ ગણેશજી, વિષ્ણુ ભગવાન, નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું આહવાન પૂજન કરવું જોઇએ. પાર્થિવ શિવલિંગ બનાવ્યાં બાદ તેને પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરો. પાર્થિવ શિવલિંગ બધી જ મનોકામનાઓને પૂર્ણ કરે છે. સપરિવાર પાર્થિવ બનાવીને શાસ્ત્ર વત વિધિથી પૂજન કરવાથી પરિવારમાં સુખ વધે છે.રોગથી પીડિત લોકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પાર્થિવ શિવલિંગ સામે શિવમંત્રનો જાપ કરી શકાય છે. રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. દુર્ગાસપ્તશતીના મંત્રોનો જાપ પણ કરી શકાય છે. સર્વલીગોમાં પાર્થિવ લિંગ ઉત્તમ છે, તેના પૂજનથી અનેક લોકો સિધ્ધી પામ્યા છે.

આઠ પ્રકારની મુર્તિઓમાં પાર્થિવ લિંગની આરાધના પવિત્ર, ધન્ય, આયુષ્ય વધારનારી,સંતોષ અને પુષ્ટિ આપનારી તથા લક્ષ્મીનો વધારો કરનારી છે .તેથી તેની પુજા અવશ્ય કરવી જોઈએ .પાર્થિવ લિંગ અખંડ જ બનાવવું,તેને ખંડિત કરવું નહિ જે ખંડિત લિંગ બનાવે છે તેને પુજાનું ફળ મળતું નથી .બ્રાહમણ પાર્થિવ શિવલિંગ નું પૂજન કરતો નથી, તે શૂલપ્રોત નામના અતિ ભયંકર ઘોર નરક માં જાય છે .પાર્થિવ લિંગની પુજા નદી કિનારે કે તળાવે,પર્વત ઉપર, જંગલમાં,શિવાલય માં કે કોઈ પવિત્ર સ્થાનમા કરવી પાર્થિવ પ્રતિમા નું પૂજન; મુનીઓએ ભગવાન સદા શિવના પાર્થિવ પ્રતિમાની પૂજન વિધિ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી.

સુતજી બોલ્યા ; હે બ્રાહ્મણો! તળાવ,નદી કે કૂવાના જળની અંદર ની માટી લાવી તેને સુગંધિદાર દ્રવ્યોથી પવિત્ર બનાવી તેમજ દૂધ થકી ભીજવીને પાર્થિવ પ્રતિમા બનાવવી. પ્રતિમાને દરેક અંગ,પ્રત્યંગ તેમજ આયુયુક્ત બનાવવી ત્યાર બાદ સુંદર મંડપ બનાવી આદર પૂર્વક પ્રતિમાની સ્થાપના કરી,તેનું પોડસોપચારથી પ જન કરવું .જેના પુષ્પ થકી પ્રોક્ષણ અને મંત્ર થકી અભિષેક કલ્પવા .અભિષેક થી આત્માની શુદ્ધિ થાય.ગંધથી પુણ્ય મેળવાય, નૈવેધથી આયુષ્ય અને સિદ્ધી મળે,ધૂપ કરવાથી ધન મળે, દિવા ના પ્રાકટ્યથી જ્ઞાન અને પાનબીડા થી ભોગ મેળવાય છે . ભગવાન સદાશિવની શ્રધ્ધા ભાવથી ભક્તિ અર્ચન કરવાથી તે પ્રસન્ન થાય છે. તેમની દયા ઉતરે, મનોકામના સિધ્ધ થાય.સદા શિવની ભક્તિ પૂર્વક પુજા કરવાથી મોક્ષ મળે છે.પાર્થિવ લિંગની સંખ્યા, ફળ; હે મુનિઓ ! વિધ્યા ઇચ્છતા પુરુષે એક હજાર પાર્થિવ શિવલિંગ બનાવી તેનું પૂજન કરવું.ધન ઇચ્છ નારે પાંચસો પાર્થિવ લિંગનું,પુત્ર પંદર પાર્થિવલિંગનું સોનું અને વસ્ત્ર ઇચ્છનારે પાંચસો,પૃથ્વીની ઇચ્છવાળાએ એક હજાર,મોક્ષ ઇચ્છનારે એક કરોડનું,દયાની ઇચ્છવાળાએ ત્રણ હજારનું, તીર્થની ઇચ્છવાળાએ બે હજાર નું,મિત્ર ઇચ્છનારે ત્રણ હજારનું, કોઈને વશ કરવાની ઇચ્છાવાળાએ આઠસોનું, મરણ ઇચ્છનારાએ સાતસોનું,મોહ ન ઇચ્છનારે આઠસોનું,ઉચાટન કરવા તૈયાર થયેલાએ એક હજાર નું,સ્તંભન ઇચ્છનારે એક હજારનું, દ્વેષ ઇચ્છનારે પાંચસો નું,બંધનથી છૂટવા ઇચ્છનારે દોઢ હજારનું મહારાજાના ભય સમયે પાંચસોનું, ચોર ના સંકટ સમયે બસોનું,ડાકણ વગેરેનો ભય દૂર કરવા પાંચસોનું, દરિદ્રતા દૂર કરવા પાંચ હજારનું, દરેક પ્રકારની કામના પૂર્ણ કરવા દર્શ હજાર પાર્થિવ શિવલિંગોનું પૂજન કરવું જોઈએ.પાર્થિવ શિવલિંગોનું પૂજન કરોડો યજ્ઞોનું ફળ મળે છે, તથા કામનાવાળા મનુષ્યોને કાયમી ભોગને મોક્ષ બંને આપે છે .

વાચક ચાહક શિવ ભક્તો અધિક માસના અંતિમ દિવસોમાં ૭૭મો સ્વાતંત્ર્ય દિન – પતેતીની ઉજવણી કરી આજથી શિવ આરાધના ઉપાસના સાથે હવે પછી શ્રાવણી તહેવારો શરૂ થશે. મેઘરાજા પધરામણી કરે તેવું હવામાન છે ત્યારે સૌ શિવ ભક્તો ને શ્રાવણ માસની શુભેચ્છા.