બનાસકાંઠાના અમીરગઢમાં પૂરઝડપે આવતી કારે દાદા અને બે પૌત્રને ધડાકાભેર ટક્કર મારી

દાદા અને બે પૌત્ર દૂધ ભરાવવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની સાઈડમાં ઉભા હતા ત્યારે જ પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધા જેમાંથી દાદા અને એક પૌત્રનું મૃત્યું થયુ છે, જ્યારે એક પૌત્ર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે

આ ઘટનામાં એક દીકરી થોડી સેકન્ડ માટે મોડી પડતા તોનો જીવ બચી ગયો છે

બેદરકારીપૂર્વક વાહનો ચલાવનાને લીધે અકસ્માતોની સંખ્યામાં ઘણો વધારો થઈ રહ્યો છે છતા પણ લોકોને કોઈ જ ડર ના હોય તેમ બેફામ ઓવરસ્પીડમાં વાહનો ચલાવતા નજરે પડે જ છે. લોકો સુધરવાનું નામ જ નથી લેતા. અકસ્માતની આવી જ એક હૈયું હચમચાવી તે તેવી ઘટનાં બનાસકાંઠામાં બની છે. જ્યાં દૂધ ભરાવવા જઈ રહેલા દાદા સાથે બે પૌત્રને પૂરઝડપે આવતી કારે અડફેટે લેતાં એક પૌત્ર અને દાદાનું મોત નીપજ્યું છે, જ્યારે એક પૌત્રને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે.

મળતી માહિતી મુજબ, દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા ઘરેથી નીકળ્યા હતા, ત્યારે પાલનપુર આબુરોડ નેશનલ હાઇવે ક્રોસ કરે એ પહેલા ટ્રાફિકના લીધે રોડની સાઈડમાં ઊભા રહ્યા હતા, તે જ સમયે રાજસ્થાન તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારે દાદા અને બંને પૌત્રને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર મારતાં જ દાદા અને એક પૌત્રનુ મોત નીપજ્યું હતું જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. દાદા અને પૌત્રનાં મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું છે.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા જતા હતા. ટ્રાફિક વધારે હોવાથી તેઓ રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે પૂરઝડપે આવતી એક કારે રસ્તાની સાઈડમાં ઉભેલ ત્રણેયને ટક્કર મારતા દાદા અને એક પૌત્રનું મોત થયું છે, જ્યારે એક પૌત્ર હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. આ ઘટનામાં એક દીકરીનો એક સેકન્ડ માટે જીવ બચી ગયો છે, જેની નજર સામે જ પિતા-ભત્રીજાનાં મોત થતાં તેના હૈયાફાટ રુદનને કારણે માહોલમાં ગમગીની છવાઈ ગઇ હતી. જો પાછળથી આવતી દીકરી થોડી સેંકન્ડો પહેલાં પોતાના પિતા પાસે પહોંચી ગઇ હોત તો તેનો પણ જીવ જઇ શકતો હતો પરંતું થોડી જ સેકંડ દૂર હોવાથી તેનો જીવ બચી ગયો.