વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આજે સાગર જિલ્લામાં સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સાગરના બડતુમા ખાતે સંત રવિદાસ મંદિર 100 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું છે. 12 એકર જમીનમાં બનાવવામાં આવનાર આ વિશાળ સ્મારકમાં મ્યુઝિયમ, પુસ્તકાલય, સંગત સભાખંડ સહિતની અનેક રચનાઓ હશે.
વડાપ્રધાન મોદીએ મંદિરની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. અને સંત રવિદાસ મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા અહીં ઉપસ્થિત સંતોનું સ્વાગત પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અહીં મંદિરની પ્રતિકૃતિ અંગે વડાપ્રધાનને વિગતવાર માહિતી આપી હતી. સાગરના બડતૂમામાં સંત રવિદાસ ભવ્ય મંદિર સ્મારકના ભૂમિપૂજન બાદ પીએમ મોદી ધાનામાં એર સ્ટ્રિપમાં આયોજીત જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન બડતૂમા, ધાના અને આસપાસના 3 કિમીના ક્ષેત્રમાં ડ્રોન, પેરાગ્લાઈડર, હાટ બલૂન પર પ્રતિબંધ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી, સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું
સંબંધિત ન્યૂઝ
-
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025 -
દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સંગઠનના ટીકીટ રદ થતા આક્રોશ
01 February, 2025