રાજ્ય ના કૃષિમંત્રી રાઘવજી પટેલ એ દેશી દારૂ પૂજા કરવા આપ્યો અને એ પી ગયા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી રાજ્ય ના કૃષિમંત્રી રાઘવજી પટેલ ની હાજરી માં કરવામાં આવી હતી. આ આદિવાસી દિવસની ઉજવણી માટે કરવામાં આવતી પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ પૂજા દરમ્યાન એક લિલી બોટલ માં દેશી દારૂ હતો જે પૂજા માટે મંત્રી સહિત મહાનુભાવો ને આપવામાં આવ્યો હતો. જોકે કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજ થી અજાણ હોઈ ભૂલમાં આ દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો. ત્યારબાદ બાજુ માં ઉભેલા વ્યક્તિ એ મંત્રી ને કહ્યું કે આ તો ધરતીમાતા ને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલ ને પોતાની ભૂલ સમજાય. જો કે બાદમાં રાઘવજી પટેલે પણ મીડિયા સમક્ષ આ અંગે જણાવ્યું હતું કે, મને પરંપરાની ખબર ન હતી એટલે આવું થયું.