લાકડાંની આડમાં ડ્રગ્સ હોવાની આશંકાએ કન્ટેનરને અટકાવ્યું હતું
ઈક્વાડોરથી આવેલા કન્સાઈન્મેન્ટમાંથી રૂ. 10.4 કરોડનું કોકેઈન ઝડપી પાડ્યું
દેશમાં માદક દ્રવ્યોના જોખમ સામેની લડત ચાલુ રાખી કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુન્દ્રા પોર્ટ પર સાગના લાકડાની આડમાં લવાયેલ 1.04 કિલો કોકેન જપ્ત કર્યું છે, જેની કિંમત 10.4 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. DRIએ બાતમી મળી હતી કે, મુન્દ્રા પોર્ટ પર ઇક્વાડોરથી આયાત કરાયેલ અમુક માલસામાન આવી રહ્યો છે, જેમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. આ બાતમીના આધારે DRIએ આયાત કન્સાઈનમેન્ટ ચેક કર્યું હતુ. જેમાં 22263 કિલો લાકડાની વચ્ચે છૂપાવેલ 1.04 કિલો કોકેઈન રિકવર કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 10.4 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે. ગઈકાલે ડ્રગ્સ હોવાની આશંકાએ DRIએ કન્ટેરને અટકાવ્યું હતું. DRI વિભાગે મીઠીરોહર ગામ નજીક આવેલા એ.વી. જોશીના વેરહાઉસમાં તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન જથ્થો મળી આવ્યો હતો, જેમાં લાકડાંની આડમાં એક પેકેટ શંકાસ્પદ જણાતાં તેની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એ કેકોન હોવાનું ખૂલ્યું હતું. કન્સાઇનમેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MTનું કુલ વજન ધરાવતું ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું, તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. શંકાસ્પદ પેકેટમાંથી ડ્રો અને ટેસ્ટ હાથ ધરવામાં આવી હતી. ટેસ્ટમાં પેકેટમાં કોકેઈનની હોવાનું સામે આવ્યું છે.