વિષ્ણુપુર જગડા દરમિયાન ઘરોમાં પણ આગ લગાવી
પહેલા પણ વિષ્ણુપુરમાં બે સુરક્ષા ચોકીઓ ઉપર હુમલો કરીને હથિયાર , ગોળા બારૂદ લૂંટી લીધા હતાં
દેશના પૂર્વત્તર રાજ્ય મણીપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ભડકી રહેલી હિંસા જે મણીપુરના મૈતાઈ અને કુકી સમુદાયના લોકો હિંસા સામે જ ઝૂમી રહ્યા છે, વિષ્ણુપુર જિલ્લાના ૪ ઓગસ્ટની મોડી રાત્રે થયેલા જગડામાં ત્રણ લોકોને મારી નાખવામાં આવ્યા હતા તે મારનાર લોકો કથિત તોર પર ક્કાટા વિસ્તારના મૈતાઇ સમુદાયના હતા અને જગડા વખતે ત્યાં કૂકી સમુદાયના ઘણા લોકોના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા હતા
વિષ્ણુપુરમાં પોલીસના કેહવા પ્રમાણે મૈતાઇ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે
પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે અમુક લોકો બફર ઝોનને પાર કરીને મૈતાઈ વિસ્તારમાં આવીને ફાયરિંગ કરી હતી. વિષ્ણુુપુર જિલ્લાના ક્કાટા વિસ્તાર થી લઈને બે કિલોમીટર દૂર સુધી બફર ઝોન બનાવ્યો છે
ટોળાએ લૂંટીયા હતા ગોળા-બારુદ અને હથ્યાર
ગુરુવારે સાંજે વિષ્ણુપુરામાં તણાવ ભર્યો માહોલ થઈ ગયો હતો ટોળો બે કાબુ બનતા લાઠી ચાર્જ થયો અને આ દરમિયાન ગોળીમારવાની ઘટના પણ ઘટી હતી
મણીપુર પોલીસે જણાવ્યું કે ટોળાએ રાયફલ્સની બીજી અને 7ટીયુ બટાલિયન પાસે હથયાર લુંટવાના પ્રયત્ન કર્યા પણ સુરક્ષા કર્મીએ તેમને ખદેડયા હતા મણીપુર પોલીસ મહાન નિર્દેશક રાજીવસિંહ શુક્રવારે કહ્યું વિષ્ણુપુર જિલ્લામાં બે પોલીસ ચોકીઓ પર મોટી માત્રામાં હથિયારો અને ગોળા બારુદ લુટ કર્યાની ઊંચ સ્થળ પર તપાસ કરવામાં આવશે
મણીપુર પોલીસ અને કેન્દ્રીય સહસ્ત્ર પોલીસ બળ(સી એ પી એફ) ના એક સંયુક્ત અભિયાન માં સાત અવૈધ બંકરો તોડી પાડ્યા આ બંકરો કૌટિક પહાડી શૃંખલા પર છે