‘ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત’ નો ૧૫માં વર્ષમાં મંગળ પ્રવેશ, વાચક મિત્રો-પત્રકારોનો ખુબ જ આભાર

cnnGujarat

તમામ વાચક મિત્રો, પત્રકાર મિત્રોનો ‘ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત’ પરિવાર ખુબ જ આભાર વ્યક્ત કરે છે.

‘ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત’ દૈનિક સમાચાર પત્ર છેલ્લા ૧૪ વર્ષથી જનતાની તમામ મુશ્કેલીઓ તમામ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાળવાના અમારા સતત પ્રયાસોએ અમોને સમાચાર પત્ર જગતમાં મોખરે મુક્યુ છે અને આ સફળતા પાછળ તમામ વાચક મિત્રો, પત્રકાર મિત્રોનું ‘ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત’ દૈનિક સહપરિવાર ખુબ જ આભાર વ્યક્ત કરે છે. છેલ્લા ૧૪ વર્ષનો સંઘર્ષ પૂર્ણ કર્યાનું અમોને ગર્વ છે, અને સાથે સાથે અમે તમામ વાચક મિત્રો, તમામ પત્રકાર મિત્રો, આમ નાગિરક જનતાનું સારુ સાથ સહાકર મેળવ્યા બાદ અમોને આ જણાવતા પણ ખુબજ ખુશી થાય છે કે, અમારુ દૈનિક સમાચાર પત્ર હવે ૧૫માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચૂક્યો છે. આ સમાચાર પત્રનું સફર આસાન નહોતુ પરંતુ કેટલીય તકલીફો અને ઉતાર ચઢાવ પછી અમે આ મુકામ ઉપર આખરે પહોંચી ગયા કે જ્યા અમે જનતાનો વિશ્વાસ જીત્યો અને આ સફરમાં કેટલાય સારા માણસો પણ જાેડાયા ગયા. હાલ અમો ગુજરાતના અનેક ખુણા ખુણા સુધી પહોંચેલા છીએ, તમામ વાંચક મિત્રોના ઈમેલ – વોટ્‌સએપ મેસેજથી મળતી અપાર ખુશીઓ, તેઓની શુભેચ્છાઓ વધારે સારુ અને ઉમદા કાર્ય કરવા માટે વધુ ચેલેન્જીંગ સાબિત થાય છે ‘ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત’ દૈનિક સમાચાર પત્ર દિવસે અને દિવસે વધુ ઉજવળ બનતું જાય છે કે, જેની ચમક માત્રથી જ ઘણા લોકોના ધંધા રોજગારની જાહેરાતોથી તેઓના ધંધા રોજગારને રફ્તાર મળી રહે છે અને લોકોના પ્રશ્નોને માત્ર સરકારશ્રી સુધી પહોંચાડવાનું જ નહીં સાથે સાથે તેનું નિરાકરણ ના આવી જાય ત્યા સુધી ઉભા પગે સાથ રહેવાનું પણ અમારુ મુળ નિયમ છે. જ્યા જ્યા સરકાર તરફ ખોટુ થઈ રહ્યું હોય ત્યારે અમે સરકારનો સાથ સહકાર આપીને દેશની તિજાેરીને ખોટ ના પડે તેવી રીતે સમાચારો પ્રસિદ્ધ કરીને સરકારશ્રી સુધી ભ્રષ્ટ્રાચારીઓની પોલી ખોલીને સરકારી અધિકારીઓ સુધી ખુબજ ઈમાનદારીથી પહોંચાળીએ છીએ જ્યારે વાત થાય છે અન્યાયની ત્યા ન્યાય માટે અમે ઉભા રહીએ છીએ, તમામ સમાચારો ઉપર અમારી પહેલી નજર રાખીએ છીએ અને સચોટ માહિતી સાથે તમામ સમાચારો પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે, અમારુ લક્ષ્ય માત્ર સમાચાર પત્ર જ ચલાવવું નહીં પરંતુ સરકારની આંખ કાન પણ બનવું છે જેથી કરીને ભ્રષ્ટ્રાચારીઓ સામે લડત આપી શકીએ અને સરકારની જાહેરાતો કે, જેનાથી આમ નાગરીકોને જનતાને લાભ મળી રહે તેવા કાર્ય પણ કરી રહ્યા છીએ, તેમાં પણ તમામ લોકોને અરજ અપીલ છે કે, છેલ્લા ૧૪ વર્ષથી જે રીતે સાથ સહાકર ખભાથી ખભા મેળવીને સાથ આપ્યો છે તેવી જ રીતે આગળના વર્ષોમાં પણ સાથ સહકાર મળી રહે, બોલીવુડથી લઈને પોલીટીક્સ સુધી ક્રિક્રેટથી લઈને ક્રાઈમ સુધી તમામ પ્રકારના સમાચારો ઉપર નજર રાખીને પ્રજા સુધી પહોંચાડવાના કાર્યમાં તમામ લોકોએ સાથ સહકાર આપ્યુ છે તે તમામ મિત્રો અને જે લોકો હાલમાં સાથે નથી તે લોકોનું પણ ‘ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત’ દૈનિક સમાચાર પત્ર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે..