13 વર્ષ પછી ઈન્ડિયાની ઇંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ,
શુભમનની સદી, કોહલી-અય્યરની ફિફ્ટી; હાર્દિક-હર્ષિત અને અક્ષર-અર્શદીપને 2-2 વિકેટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૩૫૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં આખી ઈંગ્લેન્ડ ટીમ ૨૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ટીમે ODI શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટીંગ કરતા 356 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ 34.2 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ હતો, તેણે એક સદી સાથે ૧૧૨ રનની સદીની ઇનિંગ્સ રમી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ પણ જોરદાર રહી, કારણ કે દરેક બોલરે ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી. શ્રેયસ અય્યરે 78, વિરાટ કોહલીએ 51 અને કેએલ રાહુલે 40 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી એક પણ બેટ્સમેન ફિફ્ટી ફટકારી શક્યો નહીં, આદિલ રશીદે 4 વિકેટ લીધી.
આ પહેલા ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી અને બીજી મેચ 4 વિકેટથી જીતી હતી. આ રીતે તેઓએ 13 વર્ષ પછી દ્વિપક્ષીય ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલા ઓક્ટોબર 2011માં ભારતીય ટીમે 5 મેચની ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમને 5-0થી ક્લીન સ્વીપ કરી હતી. તે સમયે પણ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે, પરંતુ આ વખતે શ્રેણીમાં ફક્ત 3 ODI મેચનો સમાવેશ થતો હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડ (ENG): જોસ બટલર (કેપ્ટન), બેન ડકેટ, ફિલ સોલ્ટ ( વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, ટોમ બેન્ટન, લિયામ લિવિંગસ્ટન, ગસ એટકિન્સન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને માર્ક વુડ.