અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રીતે રહેતા 50 બાંગ્લાદેશીઓની અટકાયત કરી, 16 લોકોને ડિપોર્ટ કર્યા

bangladesh

બાકીના ઇમિગ્રન્ટ્સના ડિપોર્ટ માટેની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે દેશની એજન્સીઓ કામ કરી રહી છે. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ કરીને અત્યારસુધીમાં 50 જેટલા ગેરકાયદે વસવાટ કરતા નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હોવા અંગેની માહિતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરનાં ચંડોળા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા 50 બાંગ્લાદેશી નાગરિકો અને બે સગીર વયના બાળકો સાથે કુલ 52 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને આજે સફળતાપૂર્વક ડિપોર્ટ કરવામાં આવ્યા છે. બાકીના ઇમિગ્રન્ટ્સના ડિપોર્ટ માટેની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. અન્ય 35ને પણ આ માસના અંતમાં અથવા માર્ચની 15 તારીખ પહેલા બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશેની માહિતી ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલ દ્વારા આપવામાં આવી છે.

હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે નીચે પ્રમાણેની માહિતી આપી છે. અટકાયત કરેલ તમામ બાંગ્લોદેશીઓ ભારતીય પુરાવા સાથે અહીંયા રહેતા હતા અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓ સાથે શારીરિક શોષણ થતું હતું. વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ કરવામાં આવી છે.