જેણે પણ લૂંટ ચલાવી છે તેણે તે પરત કરવુ પડશે, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને છોડવામાં આવશે નહીંઃ પીએમ મોદીની ગેરંટી

pmModi-Delhi

ભાજપની ભવ્ય જીત બાદ પીએમ મોદીએ દિલ્હીના મતદારોનો આભાર માન્યો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલી રહી છે. પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમનુ ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા.

https://twitter.com/AHindinews/status/1888213123083174298#

પીએમ મોદીએ ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરી તેમને શુભેચ્છા આપી હતી. તેમણે દિલ્હીના મતદારોનો પણ આભાર માન્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જાહેરાત કરી હતી કે નવી સરકાર બન્યા પછી, CAG રિપોર્ટ પહેલા વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે અને જેણે પણ લૂંટ ચલાવી છે તેને તે પરત કરવો પડશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલ પર જોરદાર હુમલો કર્યો હતો.

આ સાથે પીએમ મોદીએ એક મોટી જાહેરાત પણ કરી. પીએમ મોદીએ કહ્યું કે CAG રિપોર્ટ દિલ્હીના પહેલા વિધાનસભા સત્રમાં મૂકવામાં આવશે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને છોડવામાં આવશે નહીં અને લૂંટાયેલા પૈસા પરત કરવામાં આવશે. લૂંટારાઓએ એક-એક પૈસો પરત કરવો પડશે. આ સાથે, વડા પ્રધાન મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને ‘ઐતિહાસિક’ ગણાવી. તેમણે કહ્યું કે હવે દિલ્હી એક દાયકાના ‘આપદા’થી મુક્ત છે.

પીએમ મોદીએ કહ્યું- આ AAP-Da વાળા લોકો રાજકારણમાં આવ્યા હતા અને કહેતા હતા કે તેઓ રાજકારણ બદલી નાખશે પરંતુ તેઓ અત્યંત અપ્રમાણિક નીકળ્યા. હું અણ્ણા હજારેનું નિવેદન સાંભળી રહ્યો હતો. તેઓ ઘણા સમયથી આ AAP-Da લોકોના દુષ્કૃત્યોનું પરિણામ ભોગવી રહ્યા હતા. આજે તેમને પણ એ પીડામાંથી રાહત મળી હશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી જન્મેલી પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ. તે દેશની એવી પાર્ટી બની ગઈ જેના મુખ્યમંત્રી અને મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા.

પીએમ મોદીએ કહ્યું- જે લોકો પોતાને પ્રામાણિકતાના પ્રમાણપત્રો અને બીજાને બેઈમાનીનાં મેડલ આપતા હતા, તેઓ પોતે જ ભ્રષ્ટ નીકળ્યા. આ દિલ્હીના વિશ્વાસ સાથે મોટો વિશ્વાસઘાત હતો. દારૂ કૌભાંડથી દિલ્હીની બદનામી થઈ. શાળાઓ અને હોસ્પિટલોમાં થયેલા કૌભાંડોએ ગરીબોને પરેશાન કર્યા. આ ઉપરાંત, તેઓ એટલા ઘમંડી હતા કે જ્યારે દુનિયા કોરોનાનો સામનો કરી રહી હતી, ત્યારે આ AAP-Da વાળા લોકો શીશ મહલ બનાવી રહ્યા હતા.

https://twitter.com/AHindinews/status/1888221178554397127#

આ AAPના લોકો પોતાના દરેક કૌભાંડને છુપાવવા માટે દરરોજ નવા કાવતરાં ઘડતા હતા. હવે દિલ્હીનો જનાદેશ આવી ગયો છે, હું તમને ખાતરી આપું છું. પહેલા વિધાનસભા સત્રમાં જ CAG રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ભ્રષ્ટાચારના દરેક દોરની તપાસ કરવામાં આવશે અને જેણે પણ લૂંટ ચલાવી છે તેણે પરત કરવું પડશે. આ પણ મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ કેજરીવાલ પર સીધો નિશાન સાધતા કહ્યું કે જેમને દિલ્હીના માલિક હોવાનો ગર્વ હતો, તેમનો સામનો સત્ય સાથે થયો છે.

https://twitter.com/AHindinews/status/1888230684776604080#

પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું, “આજે જનતાએ ફરી એકવાર કોંગ્રેસને મજબૂત સંદેશ આપ્યો છે. દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસે શૂન્યની બેવડી હેટ્રિક ફટકારી છે. દેશની સૌથી જૂની પાર્ટી સતત છઠ્ઠી વખત દેશની રાજધાનીમાં પોતાનું ખાતું ખોલી શકી નથી… સત્ય એ છે કે દેશ કોંગ્રેસ પર વિશ્વાસ કરવા બિલકુલ તૈયાર નથી.”

નોંધનીય છે કે, દિલ્હીમાં ઐતિહાસિક જીત મેળવીને ભાજપે AAPને સત્તા પરથી દૂર કરી દીધી છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તામાં પાછી આવી છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી છે.