અમદાવાદમાં અગાઉ IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી, આજે એક સાથે 61 પોલીસ કોન્સટેબલની બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદમાં 61 પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે એક સાથે 61 પોલીસ કોન્સ્ટેબલોની બદલીના આદેશ કર્યા છે. આ 61 પોલીસ કોન્સ્ટેબલની અમદાવાદમાં જ આંતરિક બદલી કરવામાં આવી છે. તમામ કોન્સ્ટેબલને હાલની ફરજ પરની જગ્યાથી તાત્કાલિક જે નવી જગ્યા પર બદલી કરવામાં આવી છે, ત્યાં હાજર થવા માટેનું પણ કહેવામાં આવ્યું છે.
આ બદલીઓ શા માટે કરવામાં આવી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે વહીવટી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે બદલી કરવામાં આવેલા તમામ પોલીસ કોન્સ્ટેબલની કંટ્રોલ રૂમ (PRO યુનિટ), SC-ST સેલ-2, એસઓજી, ખાડીયા, કારંજ, કાલુપુર, મણીનગર, પાલડી, આનંદનગર, મણીનગર, મહિલાઈ ઈસ્ટ અને વેસ્ટના પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જે અંગે જાણકારી ક્રાઈમ બ્રાન્ચ, ટ્રાફિક શાખા સહિત અન્ય લાગતા વળગતા વિભાગને કરવામાં આવી છે. આ બદલીના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઘણાં કોન્સ્ટેબલો નારાજ પણ છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરવું તેમના માટે ફરજિયાત છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ તમામ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો હતો. રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાણીએ ઓર્ડર આપ્યો હતો. આ બદલીઓમાં 4 IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપીને બદલી કરવામાં આવી હતી.