લોકપ્રિય ફૂડ-ટેક જાયન્ટ કંપની ઝોમેટોએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે હવે કંપનીના બોર્ડની મંજૂરી બાદ “ઇટર્નલ” નામથી કાર્ય કરશે. આ સાથે કંપનીએ કહ્યુ છ કે એપનું નામ બદલવામાં આવશે નહીં. જોકે સ્ટોક ટિકરને ઝોમેટોથી બદલીને ઈટરનલ કરવામાં આવશે.
ભારતની અગ્રણી ફૂડ અને ગ્રોસરી ડિલીવરી કંપની ઝોમેટો (Zomato)એ ગુરુવારે જાહેરાત કરી છે કે તે પોતાનું નામ બદલીને ‘ઈટરનલ (Eternal)’કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું છે કે ઝોમેટો બોર્ડે કંપનીનું નામ ઝોમેટોથી બદલીને ઈટરનલ કરવાની મંજૂરી આપી છે. જોકે, નામ બદલવાથી બ્રાન્ડ નામ કે ઝોમેટો એપ પર કોઈ અસર થતી નથી, જે રાબેતા મુજબ કાર્યરત રહેશે.
ઝોમેટોના ગ્રુપ CEO અને સહ-સ્થાપક દીપિદર ગોયલે સ્ટોક એક્સચેન્જમાં દાખલ કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, સમજાવ્યું કે કંપનીનું નામ બદલવાનો નિર્ણય બ્લિંકિટ(blinkit)ના સંપાદન પછી આવ્યો હતો. અમે કંપની તથા બ્રાન્ડ/એપ ચ્ચે એક અંતર કેળવવા માટે આંતરિક રીતે ઈટરનલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ.
આ સાથે કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે 6 ફેબ્રુઆરી એટલે કે આજે યોજાયેલી બેઠકમાં એક ઠરાવ અંતર્ગત કંપનીનું નામ ઝોમેટો લિમિટેડથી બદલીને ઈટરનલ લિમિટેડ કરવા તથા તેને અમલી બનાવવા માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તથા આર્ટીકલ ઓફ એસોસિએશનમાં આ સુધારાને મંજૂરી આપી છે.
જોકે એપના નામમાં કોઈ ફેરફાર નહીં
આ સાથે કંપનીએ કહ્યુ છ કે નામ બદલાયું હોવા છતાં, ઝોમેટો એપ એ જ નામ હેઠળ રહેશે. જોકે સ્ટોક ટિકરને ઝોમેટોથી બદલીને ઈટરનલ કરવામાં આવશે. ઈટરનલમાં ચાર મુખ્ય બિઝનેસ ઝોમેટો, બ્લિંકિટ, ડિસ્ટ્રીક્ટ અને હાઈપરપ્યોરનો સમાવેશ થાય છે.
ઝોમેટોના સહ-સ્થાપક અને ગ્રુપ સીઈઓ દીપિન્દર ગોયલે જણાવ્યું હતું કે કંપની માને છે કે આ નવું નામ ઔપચારિક રીતે અપનાવવાનો યોગ્ય સમય છે. “અમે એવું પણ વિચાર્યું હતું કે જે દિવસે ઝોમેટોથી આગળ કંઈક આપણા ભવિષ્યનું મહત્વનું ચાલક બનશે, ત્યારે અમે જાહેરમાં કંપનીનું નામ બદલીને ઈટરનલ રાખીશું. આજે, બ્લિંકિટ સાથે, મને લાગે છે કે અમે ત્યાં પહોંચી ગયા છીએ,”
