પ્રયાગરાજની અનામિકા શર્માએ મહાકુંભના લોગો વાળા ધ્વજ સાથે ૧૩ હજાર ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી

anamikaSharma

22 જાન્યુઆરી, 2024ના રોજ અનામિકાએ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનને યાદગાર બનાવવા માટે જય શ્રી રામ અને શ્રી રામ મંદિરના ધ્વજ સાથે 13,000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી હતી.

પ્રયાગરાજની સૌથી નાની વયની દરિયાઈ લાઇસન્સ પ્રાપ્ત સ્કાયડાઇવર અનામિકા શર્માએ નવો રેકોર્ડ બનાવ્યો છે. હાથમાં મહાકુંભ-2025નો સત્તાવાર ધ્વજ લહેરાવીને તેણે બેંગકોકમાં 13 હજાર ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી હતી. અનામિકા લગભગ 5 મિનિટ સુધી આકાશમાં ઉડતી રહી હતી. અનામિકાનો વીડિયો પણ સામે આવ્યો છે.

મૂળ પ્રયાગરાજની વતની ૨૪ વર્ષની અનામિકા શર્માએ 8 જાન્યુઆરી, 2025ના રોજ બેંગકોકના આકાશમાં 13000 ફૂટની ઊંચાઈએ દિવ્ય-કુંભ-ભવ્ય-કુંભના ધ્વજ લઈને સ્કાયડાઇવિંગ કર્યું હતું અને દુનિયાભરના લોકોને મહાકુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. અનામિકાએ 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભ પહેલા આ અનોખું પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે આકાશમાંથી ‘દિવ્ય-કુંભ, ભવ્ય-કુંભ’નો સંદેશ આપ્યો હતો. તેમજ વિશ્વભરમાંથી લોકોને મહાકુંભમાં આવવા આમંત્રણ આપ્યું હતું. અનામિકાએ કહ્યું- મેરાભારત મહાન.

ભારતમાં સૌથી ઓછી ઉંમરે અનામિકાએ SKY C લાઇસન્સ મેળવ્યું હતું. પિતા અને ભૂતપૂર્વ ઍરફોર્સ ઑફિસર અજયકુમાર શર્માની પ્રેરણાથી માત્ર ૧૦ વર્ષની વયે તેણે આકાશમાંથી પહેલી વાર છલાંગ લગાવી હતી.

અનામિકાએ કહ્યું- હું ગર્વથી કહું છું કે હું ભારતની દીકરી છું અનામિકાએ મહાકુંભ વિશે કહ્યું, ‘આપણી પરંપરા રહી છે કે જ્યારે પણ વિશ્વના કલ્યાણ માટે કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભારતના તમામ લોકો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે. મારા પિતા પાસેથી મને આમ કરવાની પ્રેરણા મળી હતી.’ હું ગર્વથી કહું છું કે હું ભારતની દીકરી છું અને મહાકુંભ 2025 એ વિશ્વનો સૌથી મોટો માનવ કલ્યાણ કાર્યક્રમ છે.

અનામિકાની આ સિદ્ધિ પર ભારત અને વિદેશમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો છે. તે ભારતની સૌથી યુવા લાયસન્સ ‘C’ સ્કાય ડ્રાઈવર છે.

અગાઉ 22 જાન્યુઆરી, 2024ના રોજ પણ અનામિકાએ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનને યાદગાર બનાવવા માટે જય શ્રી રામ અને શ્રી રામ મંદિરના ધ્વજ સાથે 13,000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી હતી. આ પ્રદર્શન બેંગકોકમાં પણ કરવામાં આવ્યું હતું.