વર્ષ 2025નો ભારતીય ટીમનો સમગ્ર કાર્યક્રમ, આ દેશો સામે રમશે સિરીઝ, જાણો શેડ્યૂલ

teamIndia

ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2024 ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ, હોય કે પછી ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ ભારતીય ટીમે પોતાની ક્ષમતા સાબિત કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી જૂનમાં T20 વર્લ્ડકપનો ખિતાબ જીતીને ટીમે ICCનો ખિતાબ ન જીતવાનો દુકાળ પણ ખતમ કરી નાખ્યો હતો. જો કે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં પરાજય અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં પાછળ પડી ગયા બાદ ટીમ માટે આવનારા વર્ષ 2025માં ઘણાં મોટા પડકારોનો સામનો કરવો પડશે. ભારતીય ટીમે વર્ષ 2025ની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટથી જ કરવાની છે. આ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પાંચમી ટેસ્ટમાં હરાવશે તો ભારતે પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં હારી જાય. આ સ્થિતિમાં ભારત WTC ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે.

ભારતે વર્ષની શરૂઆતમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની સીરિઝ રમવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી 5 T20 અને 3 વનડે મેચોની સીરિઝ રમાવાની છે. આ પછી ભારતીય ટીમ વનડે ફોર્મેટમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની છે. તે પાકિસ્તાનમાં આયોજિત થવાનું હતું, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પાકિસ્તાન પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના પછી ICCએ ભારતની મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો હતો. ભારત છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું અને વર્ષ 2017માં ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું.

જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પાંચમી ટેસ્ટમાં હરાવશે તો ભારતે પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં હારી જાય. આ સ્થિતિમાં ભારત WTC ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે. જો ભારત આમ કરવામાં સફળ રહેશે તો ભારતીય ટીમ જૂનમાં લંડનમાં દક્ષિણ આફ્રિકા સામે ટાઈટલ મેચ રમશે. WTCની ફાઈનલ મેચ 11 થી 15 જૂન દરમિયાન રમાશે.

જૂનથી ઓગસ્ટ દરમિયાન ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી 4 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ટેસ્ટ સીરિઝ WTC 2025-2027 ચક્ર હેઠળ યોજાશે. ઈંગ્લેન્ડ પછી ભારતે ઓગસ્ટમાં 3 વનડે અને T20 મેચોની સીરિઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે. આ સીરિઝની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી નથી.

બાંગ્લાદેશ પ્રવાસ બાદ ભારતીય ટીમ 2 મેચની ટેસ્ટ સીરિઝ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝની સામે રમશે. આ માટે પણ હજુ તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે ઓક્ટોબરમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ બાદ ટીમ T20 ફોર્મેટમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત દ્વારા તેનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં છ ટીમો ભાગ લેશે. ભારત આ ટુર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ 2026માં યોજાનાર T20 વર્લ્ડકપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

વર્ષ 2025ના અંતમાં ભારતને ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે રમવાની તક મળશે. ટીમ હવે નવેમ્બરમાં ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે 3 વનડે અને 5 T20 મેચોની સીરિઝ રમશે. આ સિવાય વર્ષ 2025ના અંતમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં સીરિઝ રમશે. આ સિરીઝ ભારતમાં યોજાશે. ભારત નવેમ્બર-ડિસેમ્બર 2025માં દક્ષિણ આફ્રિકા સામે 2 ટેસ્ટ, ૩ વનડે અને 5 T20 મેચોની સીરિઝ રમશે.

જાણો 2025માં ક્યારે કોની સામે ટકરાશે ટીમ ઈન્ડિયા

  • જાન્યુઆરી- ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ (પાંચમી)
  • જાન્યુઆરી-ફેબ્રુઆરીઃ ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે 3 વનડે અને પાંચ ટી20
  • ફેબ્રુઆરી- માર્ચમાંઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025
  • માર્ચથી મેઃ આઈપીએલ 2025
  • જૂનથી ઓગસ્ટઃ ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
  • ઓગસ્ટમાંઃ બાંગ્લાદેશ સામે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ
  • સપ્ટેમ્બરઃ એશિયા કપ 2025
  • ઓક્ટોબરમાંઃ ઘર પર વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ
  • ઓક્ટોબર અને નવેમ્બર- ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે અને પાંચ ટી20
  • નવેમ્બર-ડિસેમ્બરઃ ઘર પર દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને 5 ટી20 મેચ.