ન્યુ યોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સહિત છ લોકો સામે લાંચ અને છેતરપિંડીનો આરોપ ઘડ્યો.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી નવા સંકટમાં ફસાયા હોય તેમ જણાય છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે 20 નવેમ્બર બુધવારે ગૌતમ અદાણી તેમના ભત્રીજા સાગર સહિત છ લોકોને સામે લાંચ અને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા. આ મામલો અદાણી ગ્રુપના સોલાર એનર્જી પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસે દાવો કર્યો છે કે અદાણી ગ્રુપે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલર ભારતીય હિસાબે લગભગ 2110 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી.
અદાણીને પ્રોજેક્ટથી 250 મિલિયનનો નફો થવાનો હતો
અમેરિકીના અધિકારીઓનો દાવો છે કે ગૌતમ અદાણી તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રૂપ સાથે જોડાયેલા સાત લોકો ભારતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને 250 મિલિયન ડોલરની લાંચ આપવા સંમત થયા હતા. અદાણી ગ્રુપને આ પ્રોજેક્ટથી 20 વર્ષમાં લગભગ 2 અબજ ડોલરનો નફો થવાનો હતો. આ મામલો હવે જોર પકડ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ બની ગયો છે.
અદાણી જૂથના આરોપોની માહિતી US SECએ આપી
SEC એ નિવેદનમાં જણાવ્યું હતું કે, કથિત ષડયંત્ર દરમિયાન અદાણી ગ્રીને યુએસ રોકાણકારો પાસેથી USD 175 મિલિયન કરતાં વધુ એકત્ર કર્યા હતા. ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં એઝ્યુર પાવરના શેર લિસ્ટેડ છે. આ કંપનીના શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવ્યું હતું. ન્યૂ યોર્કના પૂર્વીય જિલ્લા માટે યુએસ એટર્ની ઓફિસે ગૌતમ, સાગર અદાણી, કેબેન્સ અને અદાણી ગ્રીન અને એઝ્યુર પાવર સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ફોજદારી આરોપો સંબંધિત ફાઇલો ખોલી હતી.
આ કેસમાં બીજા 6 લોકો કોણ છે?
આ કેસમાં અન્ય છ લોકોના નામ આપવામાં આવેલા છે, રૂપેશ અગ્રવાલ, વિનીત એસ જૈન, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા, રણજીત ગુપ્તા અને સિરિલ કેબેનિસનો સમાવેશ થાય છે. તેમાંથી સાગર અને વિનીત એસ જૈન અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં વરિષ્ઠ હોદ્દા ધરાવે છે.
ગૌતમ અદાણી તેમનો ભત્રીજા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું
કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, છેતરપિંડીના આરોપમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે.
અમેરિકામાં કેસ નોંધવા પાછળનું કારણ શું?
અમેરિકન રોકાણકારોએ અદાણીના સોલર એનર્જી પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. અમેરિકન કાયદા અનુસાર, કોઈપણ અમેરિકન નાગરિકના પૈસા લાંચના વ્યવહારો માટે વાપરી શકાતા નથી. અમેરિકન કાયદા અનુસાર આ ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે.
અદાણી પર વિદેશી રોકાણકારો, બેંકો અને અમેરિકન નાગરિકો સાથે જૂઠું બોલીને લાંચની રકમ વસૂલવાનો આરોપ છે. આજ કારણ છે કે, ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ સાથે જોડાયેલા ઉચ્ચ હોદ્દેદારો યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના સ્કેનર હેઠળ આવ્યા હતા.
અદાણી ગ્રુપે ડૉલર ડિનોમિનેટેડ બોન્ડ બંધ કર્યા
અદાણી ગ્રીને બુધવારે જણાવ્યું હતું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે ન્યુયોર્કની કોર્ટમાં ફોજદારી કેસ અને સિવિલ ફરિયાદ દાખલ કરી છે.
આ ઉપરાંત, બોર્ડના અન્ય સભ્ય વિનીત જૈન પર પણ ન્યાય વિભાગે ફોજદારી કેસમાં આરોપ મૂક્યો છે. આ વિકાસને ધ્યાનમાં રાખીને, અમારી પેટાકંપનીઓએ તે સમય માટે ડૉલર ડિનોમિનેટેડ બોન્ડ જારી કરવાની યોજના મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.