હું સૌથી વધુ ટ્રોલ થયેલ જજ છું, CJI ચંદ્રચૂડે બશીરના શેર સાથે ટ્રોલ્સને આપ્યો જવાબ

સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશને શુક્રવારે ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડ માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ અવસર પર CJI ચંદ્રચુડે ખૂબ જ હિંમતથી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય વાય ચંદ્રચૂડ આવતીકાલ રવિવાર 10 નવેમ્બરના રોજ તે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થશે. એટલે બાર એસોસિએશન દ્વારા શુક્રવારે તેમના છેલ્લા કામકાજના દિવસ પછી તેમના માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ અવસર પર CJI ચંદ્રચુડે ખૂબ જ હિંમતથી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને તેણે કહ્યું, “હું કદાચ આખી સિસ્ટમમાં સૌથી વધુ ટ્રોલ થયેલો જજ છું, પરંતુ મારા પર તેની કોઈ અસર થઈ નથી અને હું મારા ટીકાકારોનું સન્માન કરું છું.”

CJI ચંદ્રચુડે ગઝલકાર બશીર બદ્રનું શેર કહીને ટીકાકારોને આપ્યો જવાબ
બાર એસોસિએશન અને બેંચના અહેવાલ અનુસાર, તેમની ટીકા અને ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપતા, ભારતના ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે પ્રખ્યાત ભારતીય ઉર્દૂ કવિ અને ગઝલકાર બશીર બદ્રનું શેર કહીને ટ્રોલર્સોને આપ્યો જવાબ મુખાલિફત સે મિરી શખ્સિયત સંવરતી હૈ, મૈં દુશ્મનોં કા બડા એહતિરામ કરતા હું.” (વિરોધ મારા વ્યક્તિત્વને સુધારે છે, હું મારા દુશ્મનોને ખૂબ માન આપું છું). અને તેમણે અંતમાં મજાકમાં કહ્યું કે, 11 નવેમ્બર સોમવારથી ટ્રોલર્સ બેરોજગાર થઈ જશે.

CJI આ બાબતોને લઈને ટ્રોલર્સના નિશાના પર રહ્યા
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા CJI ચંદ્રચુડને અયોધ્યા કેસ પર આપેલા નિવેદન અને કેટલાક જામીનના મામલાઓ સ્પેશિયલ બેંચને મોકલવાને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને મહાલક્ષ્મી અને ગણપતિની પૂજામાં હાજરી આપી હતી, જે ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી હતી અને કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના વિભાજન પર ચર્ચાને વેગ આપ્યો હતો.

સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા દેશના બીજા CJI ચંદ્રચુડ
CJI ચંદ્રચુડનો કાર્યકાળ 2 વર્ષનો હતો અને તેઓ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. જસ્ટિસ ચંદ્રચુડ મે 2010માં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કેજી બાલક્રિષ્નનની નિવૃત્તિ પછી સૌથી વધુ સમય સુધી સેવા આપનાર CJI છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959માં થયો હતો. તેમણે 1979માં સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી સ્નાતક થયા, 1982માં દિલ્હી યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી અને 1983માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી LLM પૂર્ણ કર્યું. 1986માં તેમણે હાર્વર્ડમાંથી ડોક્ટર ઓફ જ્યુરીડિકલ સાયન્સ (SJD)ની ડિગ્રી પણ મેળવી હતી.

CJI ચંદ્રચુડની વ્યાવસાયિક કારકિર્દી
જસ્ટિસ ચંદ્રચુડ 1998 થી 2000 સુધી ભારતના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રહ્યા હતા અને તેમને 1998માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. માર્ચ 2000માં તેમને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 2013માં અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા.

13 મે 2016 ના રોજ, તેમને સુપ્રીમ કોર્ટમાં બઢતી કરવામાં આવી હતી અને ત્યારથી તેમણે ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે, તેમણે ઘણામાં બંધારણના સિદ્ધાંતોને અસંમતિ અને સમર્થન બન્ને દર્શાવી હતી. તેમના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટની ઈ-કોર્ટ સમિતિએ ઓનલાઈન કોર્ટ કાર્યવાહી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હતું, જે કોવિડ-19 રોગચાળા દરમિયાન અત્યંત અસરકારક સાબિત થયું હતું.