દિવાળી પર્વની ઉજવણી: કે એન શાહ ઇન્ટિટ્યુટ દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી

k.n.shah

વિદ્યાર્થીઓએ સુંદર મજાની રંગબેરંગી રંગોળી બનાવીને દિવાળી પર્વને આવકાર્યું

Diwali Celebration: દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. દેશના દરેક ભાગમાં ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર પર રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે. ત્યારે વસ્ત્રાપુર સ્થિત કે.એન.શાહ ઈન્સ્ટિચ્યુટ દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2024ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્સ્ટિચ્યુટ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઇન્ટિટ્યુટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સુદર રંગબેરંગી રંગોળીઓ બનાવી હતી. દિવાળી વેકેશનની રજાઓ રહેનાર હોવાથી આજે રંગોળી બનાવી સાજ-સજાવટ કરી સૌ એ એક-બીજાને દીપાવલી પર્વ તથા નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.

દિવાળી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, પડવો, અથવા વર્ષપ્રતિપદા (જે દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષનો પ્રારંભ) થાય છે. સમાજના સૌ પરિવારો પોતાના ઘરોને રોશની, ફૂલો, દીવા અને રંગોળી જેવી વસ્તુઓથી શણગારે છે. સ્‍મૃતિ અને સંપત્તિની દેવી મા લક્ષ્‍મીજીનું આહ્વાન કરાય છે. ઉમંગના આ સમયે નાના-મોટા સૌ સાથે મળી ફટાકડા ફોડી આનંદ પામે છે. બીજા દિવસે ભાઇ-બીજની ઉજવણી કરવામાં આવે છે. ત્‍યારબાદ પાંચમાં દિવસે લાભપાંચમ આવે છે. નવા કામકાજની શરૂઆત આ દિવસે કરવામાં આવે છે.

નવ વર્ષ પર્વ નિમિત્તે લોકો હર્ષ-ઉમંગ અને ઉલ્‍લાસની સાથે મંદિરોમાં જઇ પૂજા-અર્ચના કરી એકબીજાને હ્યદયથી મળી નવા વર્ષની શુભેચ્‍છા પાઠવે છે.