એલન મસ્કની કંપની સ્પેસએક્સે સ્પેસ મિશનમાં રચ્યો નવો ઈતિહાસ, સ્ટારશિપ રોકેટ લોંચ કર્યા પછી પરત આવતા બૂસ્ટરને લોન્ચ પેડ પર કરાવ્યું લેન્ડ

elonMusk-starship

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક હંમેશા કોઈને કોઈ બાબતમાં ચર્ચામાં રહેતા હોય છે. એલોન મસ્કે હવે એક એવું કારનામું કરી દેખાડ્યું છે જેણે આખી દુનિયાને દંગ કરી દીધી છે. એલન મસ્કની કંપની સ્પેસએક્સે પોતાના સ્ટારશિપ રોકેટ લોંચ કર્યા પછી પરત આવતા બૂસ્ટરને પેડ પર જ લેન્ડ કરાવીને નવો ઈતિહાસ રચી દીધો છે. એલન મસ્કે આ ઐતિહાસિક ઘડીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શેર કર્યો છે.

એલન મસ્કે ટેક્નોલોજીની દુનિયામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. એલોન મસ્ક માટે 13 ઓક્ટોબરનો દિવસ ખુબ જ ખાસ રહ્યો છે. સ્પેસએક્સ એ સ્ટારશિપ રોકેટ માટે નવી ઉડાણ ભરી છે. સ્પેસએક્સની આ પાંચમી ઉડાણ હતી જે આ વખતે સંપૂર્ણ રીતે સફળ રહી છે.

13 ઑક્ટોબર રવિવારે મેક્સિકોની સરહદ પાસે ટેક્સાસના દક્ષિણી ભાગથી લોન્ચ કરવામાં આવ્યુ હતું, આશરે 400 ફૂટ એટલે કે, 121 મીટર ઉંચા સ્ટારશિપ રોકેટ સવારે ટેક્સાસથી લોંચ થયું અને મેક્સિકોની ખાડીની ઉપરથી પસાર થયું. આ દરમ્યાન સુપર હેવી બૂસ્ટર પૃથ્વીથી આશરે 96 કિલોમીટર ઉપર મોકલાયું હતું. પરત ફરતા સમયે સુપર હેવી બૂસ્ટર લોન્ચપેડ પર પરત આવતા સમયે મૈકેજિલા એ તેને સફળતાપૂર્વક પકડી લીધુ. મૈકેજિલા બે મેટલ આર્મનું બનેલું હોય છે તેની ડિઝાઈન ચોપસ્ટિકની માફક હોય છે. સ્ટારશિપ રોકેટને પકડવા માટે મૈરેજિલાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ ન હતી.

બૂસ્ટર જમીન ઉપર ઊંચું લટકતું હતું. સ્પેસએક્સ માટે રોકેટ બૂસ્ટરને ફ્લોટિંગ મરિન પ્લેટફોર્મ પર ઉતારવાને બદલે લોન્ચ પેડ પર ફરી લવાયું એ એક મોટી સિદ્ધિ છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ લોન્ચ પેડ પર જ બૂસ્ટરને ફરીથી મેળવી લીધું હતું. એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રોકેટ બૂસ્ટરનો ચોંકાવનારો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ દરેક તેના વખાણ કરી રહ્યા છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ એલન મસ્કની પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે, સ્પેસ એક્સ એ સ્ટારશિપરોકેટને ચાર વખત ટેસ્ટ કર્યું હતું પરંતુ અત્યાર સુધીમાં રોકેટ મૈકેજિલામાં સફળ વાપસી કરવામાં અસફળ રહ્યું હતું. આ પહેલા લોન્ચ કરવામાં આવેલા 4 સ્પેસશિપ રોકેટ મેક્સિકોની ખાડીમાં ઉપરની બાજુમાં વક્ર બનાવતા પસાર થયા હતા પરંતુ થોડા સમય બાદ જ તે બ્લાસ્ટ થઈ ગયા હતા. પરંતુ 13 ઓક્ટોબરના દિવસે સ્પેસએક્સ એ રોકેટની સફળ લેન્ડીંગ કરાવાની ઈતિહાસ રચી દીધો છે.