હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યનાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. અને સાથે સાથે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી છે. પરંતુ અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે- ત્રણ દિવસમાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસવાની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. અમદાવાદ અને ગાંધીનગર સહીતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા રહેશે.