હરિયાણા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલને નિષ્ફળ કરી રહ્યા છે, મોટાભાગના એક્ઝિટ પોલ્સે હરિયાણામાં કોંગ્રેસની જીતની આગાહી કરી હતી.
હરિયાણામાં ભાજપ મોટા માર્જિનથી જીતના માર્ગે છે. ભાજપ લગભગ 50 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 40નો આંકડો પણ સ્પર્શી શકી નથી. હવે પરિણામોમાં પણ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે.
હરિયાણામાં ભાજપ બહુમત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભાજપ 50 અને કોંગ્રેસ 35 સીટો પર આગળ છે. હરિયાણા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલને નિષ્ફળ કરી રહ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે હરિયાણામાં કોંગ્રેસની જીતની આગાહી કરી હતી. હરિયાણામાં ચાલી રહેલા ટ્રેન્ડ અનુસાર ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. રાજ્યમાં આવું કરનાર તે પ્રથમ પક્ષ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ભાજપે ઉજવણી માટે 100 કિલો જલેબીનો ઓર્ડર આપ્યો છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોને આપ્યો છે.
શરૂઆતના વલણોમાં કોંગ્રેસે હરિયાણામાં બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ તમામ આગાહીઓને નકારીને, ભાજપ હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.
મુખ્યપ્રધાન નાયબ સૈની લાડવા બેઠક પરથી જીત્યા છે. તો બીજી તરફ ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી, કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહી હતી. ત્યારે હવે વિનેશ ફોગાટની 6 હજાર મતથી જીત થઈ છે.
કોંગ્રેસે ચૂંટણી પંચ પર ઈરાદાપૂર્વક પરિણામોને ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર ધીમેથી શેર કરવાનો આરોપ લગાવ્યો છે. શું ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે?
સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. વલણો આવતાની સાથે જ કોંગ્રેસે આગેવાની લીધી હતી અને થોડા જ સમયમાં એકતરફી જીતના માર્ગે હતી. પાર્ટી 65 સીટોને સ્પર્શી ગઈ હતી. ભાજપ 17 બેઠકો પર સમેટાઈ ગયું.
9:30 ની સાથે જ ભાજપ સ્પર્ધામાં આવી ગયું અને બંને વચ્ચે બે બેઠકોનો તફાવત હતો. સવારે 9:44 વાગ્યે એક સમય એવો આવ્યો જ્યારે બંને પક્ષો 43-43 સીટો પર પહોંચી ગયા. આ પછી બીજેપી 51 સીટો પર પહોંચી ગઈ છે. સવારે 11 વાગ્યા સુધીમાં ભાજપની સીટો 47 થી 51 વચ્ચે રહી છે.