અમદાવાદમાં શહેરમાં થતી ચોરીઓના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં ચોરી થવાના બનાવો બની રહ્યાં છે. તેવામાં સર્વેલન્સ સ્કોવોર્ડની ટીમે બાતમી આધારે ટુ વ્હીલર ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબ સેક્ટર-૧, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ તથા મદદનીશ પોલીસ “ઇ” ડીવીઝન નાઓ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના મળેલ હોય જે અનુસંધાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના PI પી.એચ.ભાટી તેમજ એચ.વી ધંધુકીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્કોવોર્ડના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમીના આધારે ઇમરાનશાં દિવાન પાસે ચોરીની બાઇક હોવાની વિગતો મળી હતી. જેના આધારે પોલીસે તેને પકડીને ગાયકવાડ હવેલી પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો
કડકાઇથી પોલીસ આરોપીની પૂછતાછ કરતાં વધુ એક બાઈક તેણે અઠવાડીયા અગાઉ વેજલપુર વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આ સિવાય ઇમરાનશાંની વધુ પૂછતાછ કરતાં તેણે અન્ય ગુન્હા હોવાની કબૂલાત કરી હતી. જેમાં આરોપીએ અગાઉ ગાંધીનગરના સેક્ટર-7 અને 24ના પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના કેસ દાખલ છે. મહિલાના ગળામાંથી સોનાની માળા તોડીને ફરાર થઈ ગયો હતો આ સિવાય ચીલોડા ખાતેથી એક બેગની ચીલ ઝડપ કરેલ હતી જે બાબતે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.