શાહીબાગ અંડરપાસ આજથી 15 દિવસ માટે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે

shahibaug-underpass

18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 12.00 વાગ્યાથી સવારે 06.00 વાગ્યા દરમિયાન સમારકામ અને જાળવણીના કામ હેતુથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 12.00 વાગ્યાથી સવારે 06.00 વાગ્યા દરમિયાન સમારકામ અને જાળવણીના કામ હેતુથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને ગંતવ્ય સુધી પહોંચી શકશે.

વાહનવ્યવહાર માટે નીચે મુજબનાં માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા

  • દિલ્હી દરવાજા તથા સુભાષબ્રીજ ઉપરથી આવતા વાહનો અથવા જેને એરપોર્ટ-ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુબાષબ્રીજના છેડે શિલાલેખ ફ્લેટ થઇ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટ માર્ગ ડફનાળા થઈ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઇ શકાશે.
  • એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતા વાહનોને ડફનાળા રિવરફન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઇ શકાશે. તેમજ અસારવા, ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઇ મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે.
  • ગીરધરનગર-અસારવા તરફથી આવતા વાહનોને જેને ગાંધીનગર, એરપોર્ટ તરફ જવાનું છે તે ટ્રાફિક શાહીબાગ થઈ અનેક્ષી, ગાયત્રી મંદિર થઇ આર્મી કેન્ટોનમેન્ટ થઇ એરપોર્ટ તેમજ ઇન્દીરાબ્રીજ ગાંધીનગર તરફ જઈ શકાશે.