ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું, અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી થશે
ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે.
કચ્છ પર 24 કલાકમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે. થોડા દિવસ અગાઉ બંગાળની ખાડી પર એક લો પ્રેશર સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું. જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું. ગુજરાતની ધરતી ઉપર આવીને એ વધુ મજબૂત બન્યુ છે.
રાજ્ય પરની ડીપ ડિપ્રેશન સિસ્ટમથી સાયક્લોન બનશે. તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાયેલ સિસ્ટમ વાવાઝોડુ બનશે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પરથી જે સિસ્ટમ ખૂબ ધીમે આગળ વધી રહી છે તે ડીપ ડિપ્રેશન છે. જે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે અને દરિયામાં પહોંચ્યા બાદ તે વધારે તીવ્ર બનવાની સંભાવના દેખાઈ રહી છે. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ સાયક્લોન બનશે. વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ કચ્છ કલેક્ટર દ્વારા ફરમાવવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોએ વ્યક્તિ કે પ્રવાસીઓએ અવર જવર ના કરવા વિશેષ તાકીદ કરાઈ છે.
ગુજરાતમાં હાલ દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને દરિયાકિનારાના વિસ્તારો તથા બીજા વિસ્તારોમાં ખૂબ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. નલિયા, કોઠારા, અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યુ છે. ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે.
ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાયા છે. મકાનોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયુ છે. અત્યાર સુધી 4થી વધુ લોકોના પાણીમાં તણાતા મોત થયા છે. તંત્ર દ્વારા રાહત-બચાવની કામગીરી સતત ચાલુ છે. નલિયા – કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગામને જોડતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક મકાનોમાં ઘરવખરીને નુકસાન થયું છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકો પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.