ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
રાજ્ય ભરમાં વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે 18 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 18 જિલ્લા પૂરની ઝપેટમાં છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં રાજ્યામાં 28 લોકોના મોત થયા છે.
પૂરથી પ્રભાવિત વિસ્તારમાં લોકોનું સ્થળાંતર
સમગ્ર રાજ્યમાં વરસાદની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વડોદરામાંથી 10,218, નવસારીમાં 9,500 અને સુરતમાંથી 3,859 લોકોને બચાવી લેવાયા છે. મોરબીની મચ્છુ નદીના પાણીના કારણે માળીયામાં નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને NDRFની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. લોકોને બચાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે.
પૂરના કારણે પરિસ્થિતિ વણસી
રાજ્યામાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. NDRF ઉપરાંત SDRF, આર્મી, ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
બંગાળની ખાડીમાં બની રહ્યું છે લો પ્રેશર ક્ષેત્ર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે દિલ્હી, બિહાર, યુપી, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભારે વરસાદની ચેતવણી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
PM એ ભૂપેન્દ્ર પટેલ પાસે ફોન પર પૂરની સ્થિતિ જાણી
ગુજરાતમાં પૂરની સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રાજ્યને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. હવામાન વિભાગે ગુજરાતના 11 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ગુરુવારે દેવભૂમિ દ્વારકામાંથી ચાર લોકોને બચાવ્યા હતા. રાજ્યમાં NDRF, SDRF અને આર્મીની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમને બોટ અને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે.
અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
ખેડા, અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘુસી ગયા છે અને લોકો બેઘર બન્યા છે. રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. રહેણાંક વિસ્તારો કમર સુધી પાણીમાં ગરકાવ છે. ઘણા લોકો ઘરનો નીચેનો માળ છોડીને ઉપરના માળે શિફ્ટ થઈ ગયા છે.
ભારે વરસાદ વચ્ચે ગુજરાતના રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે બાઉન્ડ્રી નજીક 15 ફૂટ ઉંચી દિવાલ ધરાશાયી થઈ હતી. તમને જણાવી દઈએ કે, આ એરપોર્ટ માત્ર એક વર્ષ પહેલા 2654 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
ગુજરાતના દ્વારકા જિલ્લામાં ભારતીય વાયુસેનાની રેસ્ક્યુ ટીમે પૂરગ્રસ્ત કલ્યાણપુર તાલુકામાં હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોને બચાવ્યા. આ તમામ લોકો ભારે પાણી ભરાઈ જવાના કારણે તેમના ઘરમાં ફસાઈ ગયા હતા.